• શનિવાર, 13 એપ્રિલ, 2024

પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ બહાર જવા ન જોઈએ

ગોળીબારની ઘટના બાદ ડીજીપીએ મોકલ્યો સર્ક્યુલર

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રના ડાયરેક્ટર જનરલ અૉફ પોલીસ (ડીજીપી) રશ્મિ શુકલાએ પોલીસ સ્ટેશન પરિસરમાં રાખેલા સીસીટીવી ફૂટેજને કોઈને પણ આપવા સામે નિયંત્રણ મૂકતાં આદેશો ગયા સપ્તાહે બહાર પાડયા હતા. થાણેના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના કાર્યકર્તાઓ પર ગોળીબાર કરતા હોવાના ફૂટેજ વાઇરલ થયા બાદ આદેશો આપવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરના રૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાના દૃશ્યો હતાં. 

સરક્યુલરમાં જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ ઘણા મહત્ત્વના છે. વળી, જો લિક થાય તો પુરાવા પર મોટી અસર થઈ શકે છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, પોલીસ સ્ટેશનની અંદર ઘટના બની હતી. વળી, લોકોએ ફૂટેજ જોતા પોલીસની ઘણી બદનામી થઈ હતી. શિંદે જૂથના કાર્યકર મહેશ ગાયકવાડ જમીન વિવાદમાં ચર્ચા કરવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ત્યારે ગોળીબારની ઘટના બની હતી. ડીજીપીએ અગાઉ એક સરક્યુલર બહાર પાડીને સામાન્ય સંજોગોમાં થનારી બદલી દરમ્યાન ફેરવેલ પાર્ટી પર પણ પ્રતિબંધ મૂકવા માટે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ