• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

પાલિકાએ 226 જોખમી ઇમારતના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાનું આહ્વાન કર્યું

મુંબઈ, તા. 26 : મહાપાલિકાની હદમાં સી1 શ્રેણી એટલે કે અતિજોખમી તથા જર્જરિત એવી કુલ 226 ઇમારતોની યાદી જાહેર કરી છે. આ યાદી મહાપાલિકાની સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. આ 226 ઇમારતો પૈકી મુંબઈ શહેર વિભાગમાં 35, પૂર્વ ઉપનગરમાં 65 તો પશ્ચિમ ઉપનગરમાં 126 ઇમારતોનો સમાવેશ થાય છે. અતિજોખમી અને જજરિત ઇમારતોમાં રહેતા તમામ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાનું આવહાન પાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલે કર્યું છે. 

આ ઇમારતોના રહેવાસીઓને ઘર ખાલી કરવાનું વારંવાર જણાવાયું છે. પાલિકાએ સ્પષ્ટતા કરી હતી કે અતિજોખમી અને જર્જરિત ઇમારતોને ખાલી કરવાની નોટિસ અને જાહેરાત કરવા છતાં પણ રહેવાસીઓ તેમાં રહે છે. તેમને સુરક્ષિત સ્થળે જવા કહી દેવાયું છે. જો તેમ છતાં રહેવાસી અતિજોખમી ઇમારતોમાં રહે છે તો કોઈપણ દુર્ઘટના માટે તે પોતે જવાબદાર રહેશે, એવી ચેતવણી પાલિકાએ આપી હતી. અતિજોખમી ઇમારતો અંગે માહિતી અપાવા પાલિકાના આપાતકાલીન વિભાગના ફોન નંબર 1916, 2269-4725, 2269-4727 ઉપર સંપર્ક કરી શકાશે.

હેડલાઇન્સ