• શનિવાર, 25 માર્ચ, 2023

મુંબઈમાં બે કરોડ વસ્તી સામે એમબીબીએસમાં ફક્ત 100 બેઠકો  

અમારા પ્રતિનિધિ  તરફથી

મુંબઈ, તા. 17 : મુંબઈની વસ્તી લગભગ બે કરોડ છે. આમ છતાં એમબીબીએસ માટે સ્થાનિક વિદ્યાર્થીઓને ફક્ત 100 બેઠકો જ ઉપલબ્ધ થાય છે. તેથી મુંબઈમાં વસ્તીના પ્રમાણમાં ફેમિલી ફિઝિશિયન ઉપલબ્ધ થતા નથી એમ વિધાનસભામાં ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે જણાવ્યું હતું.

શેલારે આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે એક સંસ્થાએ કરેલા સર્વેક્ષણના તારણ અનુસાર મુંબઈમાં જનરલ ફિઝિશિયનની સંખ્યા અપૂરતી છે. મુંબઈમાં એમબીબીએસની કુલ 700 જગ્યામાંથી 600 બેઠકો ગુણવત્તા અનુસાર અને માત્ર 100 બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓને મળે છે. તેમાં ફક્ત 60 વિદ્યાર્થીઓ જ મુંબઈમાં તબીબી સેવા પૂરી પાડે છે. જ્યારે દિલ્હીમાં 2.5 કરોડની વસ્તી સામે સ્થાનિક વિદ્યાર્થીઓને 800, ચેન્નઈમાં એક કરોડની વસ્તી સામે 300 અને કોલકાતામાં દોઢ કરોડની વસ્તી સામે 400 બેઠકો મળે છે એમ શેલારે ઉમેર્યું હતું.