• શનિવાર, 25 માર્ચ, 2023

લાલબાગ વીણા જૈન હત્યા કેસ : યુપીથી યુવાનની ધરપકડ

મુંબઈ, તા. 17 : લાલબાગમાં પુત્રીએ માતાની હત્યા કરી એ કેસમાં યુવાનની કસ્ટડી યુપીથી લેવામાં આવી છે. લાલબાગમાં 23 વર્ષની રિંપલ જૈને પોતાની માતા વીણા જૈનની હત્યા કરી, મૃતદેહના ટુકડા કરી તેને ત્રણ મહિના ઘરમાં રાખ્યા હતા. 

આ હત્યા કેસમાં મંગળવારે રિંપલ જૈનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ ઉત્તર પ્રદેશથી યુવાનને તાબામાં લેવાયો છે. આ યુવાન યુવતીના સંપર્કમાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે રિંપલ સેન્ડવિચ વેચનાર યુવાનના સંપર્કમાં હતી. એ યુવાનની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાઇ છે. રિંપલ જૈન 20મી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.