• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મહારેરાએ મહારાષ્ટ્રમાં 388 પ્રોજેક્ટસનાં રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યાં

એમએમઆરમાં 127 પ્રોજેક્ટો વિરુદ્ધ કાર્યવાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મહારેરાએ રાજ્યમાં ત્રિમાસિક પ્રગતિ અહેવાલો અપડેટ નહીં કરનારા 388 જેટલા પ્રોજેક્ટ્સનાં રજિસ્ટ્રેશન રદ કર્યાં હતાં. જેમાંના 127 એમએમઆરમાં આવી જાય છે. મુંબઈ શહેરમાં ત્રણ, મુંબઈનાં પરાંમાં 17, થાણેમાં 54, પાલઘરમાં 31 અને રાયગઢમાં 22 પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટ્સમાં ત્રણ મુંબઈ શહેર જિલ્લાના, 17 મુંબઈ ઉપનગરીય જિલ્લાના અને 54 થાણેના, 31 પાલઘરના અને બાવીસ રાયગઢના પ્રોજેક્ટ્સ છે.

શેષ મહારાષ્ટ્રમાં પુણેના 89 અને નાસિકના 53 પ્રોજેક્ટ્સનો સસ્પેન્ડ કરાયેલા પ્રોજેક્ટ્સમાં સમાવેશ થાય છે.

પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં પ્રોજેક્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું મહારેરાના અધિકારીઓએ જણાવ્યું હતું.

જાન્યુઆરીમાં મહારેરા પાસે નોંધાયેલા 746 પ્રોજેક્ટ્સ માટે 20 એપ્રિલ સુધી મિલકત પ્રાપ્તિ કાયદા અનુસાર પ્રોજેક્ટમાં પહેલાં ત્રણ મહિનામાં કેટલા ફ્લેટ, ગેરેજની નોંધણી થઈ, કેટલા પૈસા આવ્યા, ખર્ચ કેટલો થયો અને ઇમારતના પ્લાનમાં જો કોઈ ફેરફાર હોય તો કરાયેલા ફેરબદલ વગેરેની માહિતી ધરાવતું ફોર્મ વેબસાઇટ પર નોંધાવવું જરૂરી હતું. આનું પાલન નહીં કરનારા ડેવલપરોને અગાઉ 15 દિવસની નોટિસ અને ત્યાર બાદ નોંધણી રદ અથવા સ્થગિત કરવા અંગેની 45 દિવસની નોટિસ બજાવવામાં આવી હતી તેનો જવાબ નહીં આપનારા 388 બિલ્ડરોના પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન સ્થગિત કરવાનો નિર્ણય મહારેરાએ લીધો હતો.