• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

60 ટકા બાળકો દિવસના ત્રણ કલાક સોશિયલ મીડિયા પર ગાળે છે : અભ્યાસ

મુંબઈ, તા. 24 : 9થી 17 વર્ષ વચ્ચેની વયના 10માંથી 6 બાળકો વિવિધ સોશિયલ મીડિયા કે ગેમિંગ સાઈટસ પર દિવસના ત્રણ કલાક ગાળે છે, એમ એક રાષ્ટ્રીય સર્વેમાં જણાવવામાં આવ્યું હતું. જેમાં અડધો લાખ જેટલા વાલીઓની મુલાકાત લેવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં પ્રતિસાદ આપનારા વાલીઓના 17 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે, તેમના બાળકો દિવસના 6 કલાક જેટલો સમય સોશિયલ મીડિયાને આપે છે. દરરોજના ત્રણ કલાકથી વધુ સમય સોશિયલ મીડિયાને આપવાથી માનસિક આરોગ્ય સામે ખતરો ઊભો થાય છે અને તેને કારણે બાળકોમાં હતાસા અને બેબાકળાપણું આવી જાય છે, એમ યુએસના સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિના 2022ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

સર્વે સમાજ આધારીત સોશિયલ મીડિયા મંચ લોકલ સર્કલ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પાછળ વધુ સમય આપ્યા બાદ બાળકોમાં આક્રમકતા અને અશાંતિ પેદા થાય છે.

સર્વેમાં ભાગ લેનારા મહારાષ્ટ્રના વાલીઓના ચોથા ભાગના વાલીઓએ જણાવ્યું હતું કે અૉનલાઈન સંવાદ બાદ તેમના બાળકોમાં હતાસાપૂર્ણ વર્તણૂંક આવી ગઈ હતી.

માત્ર 10 ટકા વાલીઓએ એવું જણાવ્યું હતું કે, રમત અથવા સોશિયલ મીડિયા પર સમય ગાળ્યા બાદ તેમના બાળકો ખુશ જણાયા હતા. 37 ટકા વાલીઓના બાળકોની પસંદ ઓટીટી પ્લૅટફૉર્મ રહી