• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

વરલીમાં 20 મહિનાની બાળકી ઉપર બળાત્કાર : પાડોશીની ધરપકડ

મુંબઈ, તા. 23 :  વરલીમાં 20 મહિનાની બાળકી ઉપર બળાત્કારને મામલે પોલીસે પાડોશમાં રહેતા 35 વર્ષના શખસની ધરપકડ કરી હતી. દવા તેમ જ સારવાર છતાં બાળકીની પીડા અસહ્ય બનતાં માતાએ તપાસ કરતા તેને ઘટનાની જાણ થઈ હતી. પીડિતાની માતાની ફરિયાદના આધારે વરલી પોલીસે પાડોશીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પીડિતાને 20 અને 21મી જાન્યુઆરીએ તેના ઘરે રમાડવાના બહાને લઈ ગયો હતો અને તે દરમિયાન તેણે બળાત્કાર ગુજાર્યો હતો. 

ફરિયાદ બાદ પોલીસે રવિવારે રાતે 35 વર્ષના પાડોશીની પોકસો કાયદા અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ ધરપકડ કરી હતી.