• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ઈમારતનું પ્લાસ્ટર પડતાં બાળકીનું મૃત્યુ

બીલ્ડર અને સુપરવાઈઝર વિરુદ્ધ ગુનો નોંધાયો

મુંબઈ, તા. 23 : સોમવારે સવારે નિર્માણાધીન રહેણાંક ઇમારતનું પ્લાસ્ટર પડતાં સાત વર્ષની કૃશા પટેલનું રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે સવારે દોઢ વાગ્યે મૃત્યુ થયું હતું. દક્ષિણ મુંબઈના ચંદનવાડી નજીક બનેલી ઘટના બાદ વીપી રોડ પોલીસે બીલ્ડર અને સુપરવાઈઝર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસે જણાવ્યું હતું કે 24 માળની શ્રીપતિ જ્વેલ્સ ઇમારતનું પ્લાસ્ટર કૃશા પટેલ નામની બાળકી ઉપર પડયું હતું જેને પગલે તેને માથામાં ઇજા થઈ હતી. આ ઇમારતની જી વિંગના સાતમા માળે 702 નંબરના ફલૅટમાં પટેલ પરિવાર ભાડેથી રહેવા આવ્યો હતો. ઇમારતના 15માથી 24મા માળનું નિર્માણ કામ ચાલી રહ્યંy છે. વીપી રોડ પોલીસે બેદરકારીને પગલે બીલ્ડર રાજેન્દ્ર ચતુર્વેદી અને સાઈટ સુપરવાઈઝર રાઘવ પરમાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે ઇમારતનું બાંધકામ બંધ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.