• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

માહિમની કાઝિ મસ્જિદની ટ્રસ્ટીની ચૂંટણી સુન્ની-બરેલવી ગ્રુપે જીતી 

મુંબઈ, તા. 23 : મુસ્લિમોના સુન્ની-બરેલ્વી ગ્રુપે માહિમની 109 વર્ષ જૂની મસ્જિદનું ટ્રસ્ટી પદ મેળવ્યું છે. કાઝિ મસ્જિદ તરીકે ઓળખાતી બાઈ ફાતિમા બાઈ બિન્ટે કાઝી અબ્દુલ કરીમ મસ્જિદ (1913માં સ્થાપના) માહિમના કાપડ બજાર ખાતે આવેલી છે. મહારાષ્ટ્ર વકફ બોર્ડ દ્વારા મસ્જિદના ટ્રસ્ટી પદ માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. બૉમ્બે હાઈ કોર્ટે વકફ બોર્ડને મસ્જિદ સંબંધિત સમસ્યા ઉકેલવાનો નિર્દેશ કર્યા બાદ આ ચૂંટણી યોજાઈ હતી. ત્યાર બાદ વકફ બોર્ડે 31મી અૉગસ્ટ, 2022માં 90 દિવસની અંદર ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. શરૂઆતમાં 15મી જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ત્યાર બાદ તે 22મી જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. 11 ટ્રસ્ટી પદ માટે 13 ઉમેદવાર મેદાનમાં હતા અને 3147 રજિસ્ટર્ડ મતદારમાંથી 2290 મતદારે મતદાન કર્યું હતું.