• શનિવાર, 02 માર્ચ, 2024

સીમા પર પાકિસ્તાન સામે સેના સજ્જ  

ડ્રૉન હુમલા રોકવા મુકાઈ ડ્રૉન નિરોધક પ્રણાલી

નવી દિલ્હી, તા. 30 : ભારતે સીમા પર પાડોશી દેશ પાકિસ્તાન તરફથી વધતા ડ્રોન હુમલાઓનો મુકાબલો કરવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી છે. સીમા સુરક્ષાદળ (બીએસએફ)ની આ પ્રણાલી પાકને નાપાક હરકતનો જડબાંતોડ જવાબ આપવાની તાકાત ધરાવે છે. એટલું જ નહીં, પરંતુ સીમા પર ફલડ લાઈટ્સ છે, તેના સ્થાને એલઈડી મૂકાય છે. આ જાણકારી 59મા બીએસએફ ડે પર મહાનિર્દેશક નીતિન અગ્રવાલે હજારીબાગમાં આપી હતી.

વિતેલા વરસે પહેલી નવેમ્બર, 2022થી 30 ઓક્ટોબર, 2023 વચ્ચે 90 ડ્રોન કબ્જે કરાયા, જેમાંથી 81 પંજાબમાં, નવ રાજસ્થાનમાં પકડાયા હતા. સીમા સુરક્ષા દળે સીમા પર જઈને ખેતી કરતા કિસાનો માટે પણ બાયોમેટ્રિક મશિનો મૂકવાનું કામ શરૂ કરી દીધું છે.

પાકિસ્તાન ડ્રોનનું વિશ્વલેષણ કરવા માટે દિલ્હીના તિગરી કેમ્પમાં એક ડ્રોન ફોરેન્સિક લેબ બનાવાઈ છે. બીએસએફના ફિલ્ડ ફોર્મેશનને સીમા પણ ઘુસણખોરી કેબીજી હરકતો પકડી પાડવા માટે છ ઓપ્ટિકલ ટાઈમ રિફલેકટોમીટર મશિન અપાયા છે. સીમા સુરક્ષા દળના મહાનિર્દેશકે એવી ધરપત આપી છે કે, પાકના ડ્રોન હુમલા સામે લડીને સીમાની સુરક્ષા માટે જવાનો સતત સતર્ક છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ