• શનિવાર, 02 માર્ચ, 2024

વર્લ્ડ એક્સપો-2030ની યજમાની સાઉદીને  

દુબઈ, તા.30: શાહજાદા મોહમ્મદ બિન સલમાનનાં વિઝન 2030 ઉપર કામ કરતાં સાઉદી અરબને મોટી સફળતા મળી છે. સાઉદી અરબે ઈટાલી અને દક્ષિણ કોરિયાને મ્હાત આપીને વર્લ્ડ ફેર 2030ની યજમાની જીતી લીધી છે. સાઉદીની આ સફળતાને 57 મુસ્લિમ દેશોનાં સંગઠન ઓઆઈસી દ્વારા પણ વધાવવામાં આવી છે. વર્લ્ડ એક્સપો 2030ની યજમાની મેળવવા માટે સાઉદીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેનું આયોજન ઓક્ટોબર 2030થી માર્ચ 2031 વચ્ચે કરવામાં આવશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ