• શનિવાર, 02 માર્ચ, 2024

`દેશના વિકાસમાં એમએસએમઈ સેક્ટરની મહત્ત્વની ભૂમિકા'  

મુંબઈ, તા. 30 : ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (આઇએમસી)ની નવી મુંબઈ કમિટી દ્વારા ગુરુવારે વાશીમાં બૅન્કિંગ, એનબીએફસી અને ફાઈનાન્સ કમિટીએ સંયુક્ત રીતે બૅન્કિંગ, ફાઈનાન્સ અને રિસ્ક મૅનેજમેન્ટ ક્ષેત્રમાં એમએસએમઇ સમક્ષ આવતા પડકાર એ વિષય પર એક કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં આઇએમસીની બૅન્કિંગ, ફાઈનાન્સ અને એનબીએફસી કમિટીના ચૅરમૅન એમ. નરેન્દ્રએ સભ્યોને સબોધતાં કહ્યું હતું કે બધા જ જાણે છે જીડીપી અને નિકાસમાં એમએસએમઇનો સિંહફાળો છે. એમએસએમઇ માટે સરકાર તરફથી ઘણી યોજનાઓ છે તેમ છતાં નાના અને મધ્યમ કક્ષાના અનેક એકમો આ યોજનાનો લાભ લેતા નથી. જેઓ બૅન્ક ક્રેડિટનો લાભ લેતા નથી. એમને માટે આવી ક્રેડિટ ઉપલબ્ધ કરાવવી જોઈએ. 

 આ કૉન્ફરન્સમાં એમએસએમઇને આધુનિક બૅન્કિંગ સુવિધાઓ અને ફંડ પૂરું પાડવા માટે સહાય, એમએસએમઇના આઇપીઓને સફળ બનાવવા માટે જરૂરી પગલાઓ, એમએસએમઇની કાર્યક્ષમતામાં વધારો થાય એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા જેવા વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી.   

Budget 2024 LIVE
હેડલાઇન્સ