• શનિવાર, 02 માર્ચ, 2024

મુંબઈમાં મલેરિયાના કેસમાં 62 ટકાનો વધારો

મુંબઈ, તા. 4 : મલેરિયાના કેસની સંખ્યામાં આ વર્ષે શહેરમાં 62 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, બીમારીને કારણે એક પણ મૃત્યુ નોંધાયા નથી. ગયા વર્ષે મેલેરિયાને કારણે રાજ્યમાં 26 લોકોનાં મોત થયા હતા. જ્યારે આ વખતે હજુ સુધી 11 લોકોનાં જ મોત થયા છે. સમગ્ર વિશ્વમાં મલેરિયા અને ડેગ્યૂના કેસમાં વધારો થયો છે. જે ટ્રેન્ડ મુંબઈમાં પણ જોવા મળી રહ્યો છે. 

ગયા સપ્તાહે વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડેલા મેલેરિયા રિપોર્ટમાં સ્વિકાર્યું છે કે હવામાનમાં થતા ફેરફારને કારણે  મલેરિયાના કેસમાં વધારો થયો છે. વળી કોરોના મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતને કારણે પણ 2021ની સરખામણીમાં 2022માં કુલ 24.9 કરોડ મલેરિયાના કેસો વિશ્વભરમાં નોંધાયા હતા. જે 50 લાખ કેસનો વધારો દર્શાવે છે. ભારતીય ઉપમહાખંડમાં સૌથી વધુ 66 ટકા કેસો ભારતમાં નોંધાયા છે. વળી 94 ટકા મરણાંક ભારત અને ઇન્ડોનેશિયામાં નોંધાયો છે. માત્ર એક દિવસ પૂરતો થયેલો કમોસમી વરસાદ પણ પરિસ્થિતને બગાડી નાખે છે. સુધરાઈના જંતુનાશક વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં મલેરિયા માનવસર્જિત પણ છે. કૂવાઓ, પાણીનો સંગ્રહ કરવા માટે વપરાતી ટાંકીઓ સાફ કરવી મુશ્કેલ છે. વળી લોકો પણ પોતાના ઘરની આસપાસ સ્વચ્છ પાણી એકઠું ન થાય અને મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન અટકે એ અંગે પણ બેદરકાર હોય છે. 

Budget 2024 LIVE
હેડલાઇન્સ