• શનિવાર, 02 માર્ચ, 2024

અદાણી ગ્રુપે ત્રણ લાખ કરતાં વધુ કન્ટેઇનર્સ હેન્ડલ કરવાનો રેકૉર્ડ કર્યો

નવેમ્બર 2023માં 97 વેસલ્સના 3,00,431 કન્ટેઇનર્સ હેન્ડલ કર્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : અદાણી ગ્રુપની કંપની અદાણી ઇન્ટરનેશનલ કન્ટેઇનર ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડે એક મહિનામાં ત્રણ લાખ કરતાં વધુ કન્ટેઇનર હેન્ડલ કરવાનો રેકૉર્ડ કર્યો છે.

કંપનીએ નવેમ્બર 2023માં 97 વેસલ્સના 3,00,431 કન્ટેઇનર્સ હેન્ડલ કર્યા છે. કંપનીએ માર્ચ 2021માં 2,98,634 કન્ટેઇનર્સ હેન્ડલ કર્યા હતા એ રેકૉર્ડ તોડયો છે.

અદાણી ઇન્ટરનેશનલ કન્ટેઇનર ટર્મિનલ માટે આ એક નોંધપાત્ર અચીવમેન્ટ છે. ભારતના મેરીટાઇમ ઇતિહાસ માટે પણ આ એક ઐતિહાસિક ઇવેન્ટ છે. નવેમ્બર 2023માં કંપનીએ દૈનિક 10,000 જેટલા કન્ટેઇનર્સ હેન્ડલ કર્યા હતા.

આ ઉપરાંત અદાણી ગ્રુપના અન્ય બે પોર્ટે પણ હાઇએસ્ટ માસિક કન્ટેઇનર હેન્ડલ કર્યા હતા. નવેમ્બરમાં ધામરા પોર્ટ એન્નોર પોર્ટે 39.60 લાખ મૅટ્રિક ટન અને 65,658 ટીઇયુનું હેન્ડલિંગ કર્યું છે.

નવેમ્બરમાં 42 ટકા વધુ કાર્ગો હેન્ડલ કર્યો

અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સે નવેમ્બર 2023માં 42 ટકા વધુ કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે. નવેમ્બર 2023માં કંપનીએ 360 લાખ ટન કાર્ગો હેન્ડલ કર્યો છે. નવેમ્બર 2023માં ડ્રાય બલ્ક કાર્ગોમાં 60 ટકા કરતાં વધુ કન્ટેઇનર્સ કાર્ગોમાં 26 ટકા કરતાં વધુ અને લિક્વિડ અને ગૅસ કાર્ગોમાં 23 ટકા કરતા વધુ કાર્ગો હેન્ડલ કર્યા છે.

એપ્રિલ-નવેમ્બર 2023 દરમિયાન આઠ મહિનાના સમયગાળામાં અદાણી પોર્ટના કુલ કાર્ગોનું હેન્ડલિંગ 21 ટકા વધીને 2750 લાખ ટન થયું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 3700થી 3900 લાખ ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક છે. એની સામે આઠ મહિનામાં 70 ટકા કાર્ગોનું હેન્ડલિંગ થઈ ગયું છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ