• શનિવાર, 02 માર્ચ, 2024

અંધેરી લોખંડવાલાના રહેવાસીઓ ફેરિયાઓથી ત્રાહિમામ્

એક સમયે શાંત ગણાતો આ વિસ્તાર ખાઉ ગલી બન્યો છે

મુંબઈ, તા. 4 : અંધેરી પશ્ચિમના લોખંડવાળા વિસ્તાર 1980ના દાયકામાં એક પોશ વિસ્તાર ગણાતો હતો. 4.5થી 6 કરોડ રૂપિયાની કિંમતના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ફેરિયાઓને કારણે ભારે પરેશાન છે.  જેમાં લાયન્સ એસઓઁએલ રોડ પર આવેલી ગ્રીનવિલે, હાઇલેન્ડ પાર્ક, પ્રીમિયમ ટાવર, સમર્થ ઐશ્વર્ય, માલા ટાવર, લિન્ક ગાર્ડન અને લીજન્ડ ઉપરાંત તારાપોર સોસાયટીઝ અને મિલ્લત નગરના રહેવાસીઓની હાલત ખરાબ થઈ છે.

એક સમયે આ સોસાયટીઓ શાંત વિસ્તાર ગણાતી હતી, આજે ત્યાંના દરેક રસ્તાઓની બાજુમાં 15થી 20 જેટલા ફેરિયાઓ  ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરીને વિવિધ ખાદ્યપદાર્થો બનાવતા હોય છે. કેટલાક તો રસ્તા પર ગ્રાહક માટે ટેબલ પણ મૂકે છે. ગયા સપ્તાહે તો કૉફી વેચતી એક મહિલા સિક્યોરીટી ગાર્ડ અને રહેવાસીઓને હડસેલી હાઇલૅન્ડ પાર્ક સોસાયટીમાં ઘૂસી ગઈ હતી. એટલું જ નહીં સોસાયટી સામે પોલીસમાં અરજી પણ કરી હતી. ગ્રીનવિલેના રહેવાસીનાં જણાવ્યા પ્રમાણે અમારો રોડ ખાઉ ગલી બની ગઈ છે, જેને કારણે સમગ્ર રોડ પર ભારે ટ્રાફિકજામ થાય છે. 

શનિવારે કે વેસ્ટ વૉર્ડ દ્વારા ફેરિયાઓને હટાવ્યાં હતાં. પોલીસ તેમજ ફાયર અધિકારીઓની હાજરીમાં સ્ટોલ તોડવામાં આવ્યા હતા તેમજ ગૅસ સિલિન્ડર જપ્ત કરાયા હતા. જોકે, તેમ છતાં ફેરિયાઓ પાછા આવી ગયા છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ