• શનિવાર, 13 એપ્રિલ, 2024

દ્વારકાધીશના યાત્રીઓને સમર્પિત સુદર્શન સેતુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને એક મોટી અને ખાસ સોગાદ આપી છે. વડા પ્રધાને ઓખા ભૂમિ અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા (લગભગ 2.32 કિલોમીટર) કૅબલ-આધારિત પુલ `સુદર્શન સેતુ'નું ઉદ્ઘાટન કર્યું. અગાઉ `િસગ્નેચર બ્રિજ'ના નામથી ઓળખાતા પુલનું નામ હવે `સુદર્શન સેતુ' કે `સુદર્શન બ્રિજ' કરવામાં આવ્યું છે.

બેટ દ્વારકા ઓખા બંદર નજીક દ્વીપ છે, જે દ્વારકાથી લગભગ 30 કિમી દૂર છે જ્યાં ભગવાન કૃષ્ણનું પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર છે. `ડ્રીમ પ્રૉજેક્ટ'ના ઉદ્ઘાટન પહેલાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે સેતુ ગુજરાતની વિકાસયાત્રા માટે એક મહત્ત્વપૂર્ણ અવસર હશે. વડા પ્રધાન મોદીએ ઉદ્ઘાટન પહેલાં ગુજરાતના બેટ દ્વારકા મંદિરમાં જઈ પૂજા-અર્ચના પણ કરી હતી.

2.5 કિલોમીટર લાંબો પુલ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવનારા તીર્થયાત્રીઓ માટે અત્યાધિક મહત્ત્વ ધરાવે છે. કેન્દ્ર દ્વારા 2017માં પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઓખા અને બેટ દ્વારકા અવરજવર કરતા ભક્તો માટે મહત્ત્વની સુવિધા છે. અગાઉ તીર્થયાત્રીઓને `બેટ દ્વારકાધીશ' મંદિર સુધી પહોંચવા માટે વહાણ માર્ગ હતો.

વડા પ્રધાન મોદીએ સ્કુબા ડાઈવિંગથી દરિયામાં ડૂબી ગયેલી દ્વારકાનગરીનાં સ્થળ દર્શન કરી ધન્યતા અનુભવી અને કેટલોક સમય પદ્માસનથી ધ્યાન મગ્ન રહ્યા. એમનું આત્મબળ, શારીરિક ક્ષમતા અદ્ભુત છે અને અદ્વિતીય છે - એમની હિન્દુ ધર્મમાં આસ્થા, સન્માન અને તેને બેધડક અપનાવવાની હિંમત.

ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા સ્થળ પર પૂજા કરવા સ્કુબા ગિયરમાં વડા પ્રધાન મોદી ઊંડાં પાણીમાં ઉતર્યા તે દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં હતાં. પોતાનો અનુભવ વર્ણવતાં મોદીએ એક્સ (પહેલાનું ટ્વીટર) પર લખ્યું છે કે અનુભવ દૈવી હતો. આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે સંપર્ક સધાયો હોય તેવું લાગ્યું. ભગવાન શ્રીકૃષ્ણની કૃપા આપણા સૌને રહે તેવી પ્રાર્થના કરી હતી.

ગુજરાતની મુલાકાતમાં મોદીએ 48 હજાર કરોડના પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યાં છે. રાજકોટ ખાતે એમ્સનું ઉદ્ઘાટન કર્યું તેમ ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલગિરિ એમ્સ દૂરદૃશ્ય પ્રણાલીથી રાષ્ટ્રને અર્પણ કર્યાં. સ્વાતંત્ર્ય પછીનાં 50 વર્ષમાં ફક્ત ત્રણ એમ્સ હૉસ્પિટલો હતી. હવે ઘણાં રાજ્યોને સુવિધા મળી છે.

પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં નિર્માણ કાર્યો થઈ રહ્યાં છે. ગુજરાતમાં 22 સૅન્ચુરી, ચાર નેશનલ પાર્ક, હજારો વર્ષ જૂની લોથલ પોર્ટ સિટી, હેરિટેજ સિટી અમદાવાદ, રાણ કી વાવ, ચાંપાનેર, ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. દ્વારકામાં શિવરાજપુર, બ્લૂ ફલી બીચ, એશિયાટિક લાયન, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ અૉફ યુનિટી, ઘોરડો, રણોત્સવ, નખાબેટ જેવાં અનેક સ્થાનો વિકસાવ્યાં છે. રીતે અંબાજી, પાવાગઢ, મોઢેરાનો વિકાસ કર્યો છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પછી દ્વારકા-બેટના દ્વારકાધીશના દુર્લભ દર્શન આસાન બન્યા છે...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ