• શનિવાર, 13 એપ્રિલ, 2024

રેલવેને `ઉતારુ ફ્રેન્ડલી' બનાવવાની આવશ્યક્તા  

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 46 સ્ટેશનના રિડેવલપમેન્ટના ભૂમિપૂજન સહિત 2000થી વધુ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાપર્ણ કર્યું છે. લગભગ રૂા. 41,000 કરોડના પ્રોજેક્ટ્સને એમણે `ન્યૂ ઇન્ડિયા'ના કાર્યસંસ્કૃતિનું પ્રતીક ગણાવ્યું છે. વડા પ્રધાને સમગ્ર ગુજરાતમાં વીડિયો કૉન્ફરન્સ દ્વારા 135 રેલવે બ્રિજ અને અન્ડરપાસનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું છે. `અમૃત ભારત સ્કીમ' હેઠળ 553 રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટનું ભૂમિપૂજન પણ કર્યું છે.

ભારતનું સૌથી વિશ્વસનીય, સુરક્ષિત અને પરવડી શકે એવું પરિવહન રેલવે છે. ભારત વિશ્વના વિશાળ રેલવે નેટવર્કને સંચાલિત કરે છે. આઝાદી પહેલાંથી દેશમાં રેલ નેટવર્કની સ્થાપના શરૂ થઈ હતી, જેનો આજે પણ વિસ્તાર ચાલુ છે.

મોદી સરકાર સત્તામાં આવ્યા પછી અને ખાસ કરીને કોવિડકાળ દરમિયાન રેલનું આંશિક રૂપથી બંધ થવા બાદ રેલવેમાં ટ્રેક, એન્જિન, બોગી, ટાઈમટેબલ, સ્ટેશન, સિગ્નલિંગ, સુરક્ષા પ્રણાલી વગેરેમાં સતત સુધારની પ્રક્રિયા ચાલુ છે. સ્વતંત્રતા પછી બનેલા રેલ ટ્રેક લગભગ 75 વર્ષમાં નબળા પડવા લાગ્યા. હાઈ સ્પીડ ટ્રેનને માટે માફક રહ્યા, તો આજે દેશભરમાં આધુનિક રેલવે ટ્રેક બિછાવવાનું કામ નિરંતર ચાલુ છે.

ભારતીય રેલવે ખાદ્યાન્ન આપૂર્તિ અને ઔદ્યોગિક પરિવહનનું સૌથી મોટું વાહક છે એટલે તેના પર અધિક ધ્યાન આપવાની આવશ્યક્તા છે. સરકાર બજેટમાં ઉતારુઓને ઓછા ખર્ચે વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરે છે. રેલવેના સર્વાંગીણ સુધાર અને આધુનિકીકરણની સાથે તેને ઉતારુ ફ્રેન્ડલી બનાવવા પર સરકાર ફોકસ કરશે એવી આશા રાખવી ઘટે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ