• શનિવાર, 13 એપ્રિલ, 2024

ભાજપની સફળ વ્યૂહરચના  

રાજ્યસભાની 15 બેઠકો માટે હાથ ધરાયેલી ચૂંટણીમાં ભાજપથી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો સજ્જડ પરાજય થયો છે. ભાજપને 10, કૉંગ્રેસને ત્રણ અને સપાને બે બેઠકો મળી છે. વિધાનસભ્યોના ક્રૉસ વોટિંગના કારણે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં વિપક્ષની બે નિશ્ચિત બેઠકો પણ ભાજપના હાથમાં જતી રહી છે. કર્ણાટકમાં પરિણામ આશા અનુરૂપ રહ્યાં છે. ચારમાંથી ત્રણ બેઠકો કૉંગ્રેસ અને એક ભાજપે જીતી છે.

ક્રૉસ વોટિંગ કરનારા વિધાનસભ્યોના આચરણથી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના કુશળ મૅનેજમેન્ટની ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ માટે પરિણામો અનેક બાબતો તરફ અંગુલિનિર્દેશ કરે છે. સમાજવાદી પક્ષના ઉમેદવારોની પસંદગીથી સહયોગી પક્ષોની નારાજગી ખુલ્લેઆમ સામે આવી હતી. 

બધાને સંતુષ્ટ કરવાની જવાબદારી કોની હતી? ઉત્તર પ્રદેશમાં ભાજપે પોતાનો આઠમો ઉમેદવાર ઉતાર્યો હતો, શું ત્યારે પણ પક્ષ મોવડીમંડળને વધારાની સક્રિયતા દાખવવાની જરૂર જણાઈ નહોતી? આશ્ચર્યની વાત છે કે પક્ષના મુખ્ય વ્હીપની પ્રતિબદ્ધતા ડામાડોળ હતી, તો શું બાબતથી પણ આલા કમાન વાકેફ નહોતું? આનાથી ખરાબ હાલત હિમાચલમાં કૉંગ્રેસની હતી. ઉત્તર ભારતમાં કૉંગ્રેસની સત્તા હોય એવા એકમાત્ર રાજ્યમાં અને 68 વિધાનસભ્યોવાળી વિધાનસભામાં તેની પાસે 30 વિધાનસભ્યો છે, છતાં પણ તેના અભિષેક મનુ સંઘવીને માત્ર 34 મત મળ્યા, તે પક્ષના મોવડીમંડળની નબળાઈનો પર્દાફાશ કરે છે. ત્યાં સરકાર હવે સંકટમાં છે. આવામાં, તે રાજ્યથી લોકસભાની ચાર બેઠકો માટે કોઈ આશા કેવી રીતે રાખી શકે?

યુપીમાં ભાજપે મતદાન માટે અસરકારક વ્યૂહરચના બનાવી હતી. બધા વિધાનસભ્યોને ટ્રેનિંગ આપવાની સાથે વોટ એલોટમેન્ટમાં સતર્કતા વર્તવામાં આવી હતી. દરેક ઉમેદવારના એક ઈલેક્શન એજન્ટ અને બે પૉલિંગ એજન્ટ ઉપરાંત પણ તેઓને ફાળવવામાં આપેલા વોટોનું ઉચિત મતદાન કરાવવા માટે પૂરતી સાવધાની રાખવામાં આવી હતી. મુખ્ય પ્રધાન સવારથી મતદાન સ્થળે પહોંચી ગયા હતા. વિજયની ખાતરી થયા બાદ તેઓ ત્યાંથી ગયા હતા.

સામાન્ય ચૂંટણી કે વિધાનસભા ચૂંટણી, નજીક આવતા નેતાઓ દ્વારા પક્ષપલટો સામાન્ય થઈ પડયો છે, પણ રાજ્યસભા ચૂંટણીઓ માટે ભાજપ અને એનડીએની મોરચાબંધી દાખવે છે કે તેઓ કયા લક્ષ્યથી પ્રેરિત છે અને ઉપલા ગૃહમાં પણ પોતાની બહુમતી હાસલ કરવા માટે સત્તારૂઢ ગઠબંધનની ગંભીરતા કેટલી છે, તે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે એનડીએ પાસે રાજ્યસભામાં બહુમતી નથી, છતાં સામાન્ય ચૂંટણીઓ પહેલાં વિરોધ પક્ષની વધુ બેઠકો છીનવી મતદારોને સંદેશ આપવા ઈચ્છે છે કે તૈયારીમાં અમને કોઈ પહોંચી શકે એમ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ