• રવિવાર, 23 માર્ચ, 2025

ભીડ અને ભક્તિ

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભીડ સતત વધતી રહી છે. બુધવારે માઘી પૂર્ણિમાએ સ્નાનપર્વ પર અપાર ભીડ ઉમટવાની સંભાવનાને લક્ષમાં લેતાં મેળા ક્ષેત્રને ‘નો વ્હીકલ ઝોન’ ઘોષિત કરવામાં આવ્યો છે. મેળા ક્ષેત્રમાં આવશ્યક અને આકસ્મિક સેવાઓ ઉપરાંત વાહનોની અવરજવરની છૂટ નથી. તેથી આવનારા શ્રદ્ધાળુઓને આ વિસ્તારમાં ટ્રાફિકજામનો સામનો નહીં કરવો પડે. નો-વ્હીકલ ઝોન યોજના 12 ફેબ્રુઆરીએ સ્નાન સંપન્ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.

ધર્મનો પ્રભાવ અને ભક્તિની શક્તિ અપાર હોય છે. ભીડ અને અગવડોની ફરિયાદ - વિપક્ષી નેતા અખિલેશ યાદવ સિવાય કોઈએ કરી નથી. ફરિયાદનું રાજકારણ છે! સનાતન ધર્મની એકતા રાજકીય નેતાઓને પેટમાં ખૂંચે છે.

પ્રયાગરાજ મહાકુંભના પ્રતાપથી દૂર દૂર સુધી શ્રદ્ધાળુઓનો ઉમટેલો સાગર વિચારનો ગંભીર વિષય હોવો જોઈએ. પ્રયાગરાજના મોટા ભાગના માર્ગો આગંતુકોથી ભરાઈ ગયા છે. ત્રિવેણીથી લઈ 300 કિલોમીટર દૂર સુધી ભારે જામ રહ્યા છે. સોશિયલ મીડિયામાં દુનિયાનો સૌથી મોટો કે લાંબો ‘જામ’ બતાવવામાં આવી રહ્યો છે. ભારત 140 કરોડથી વધુની વસ્તીવાળો દેશ છે અને જો આમાંથી પાંચ કરોડ પણ કોઈ પણ શહેર ભણી જાય ત્યારે સ્થિતિનો અંદાજ સહજ કરી શકાય છે.

આટલી વિશાળ વસ્તીવાળા દેશમાં કોઈપણ આયોજનમાં દસ ગણી વધુ વ્યવસ્થા હોવી જોઈએ. જે રીતે ધાર્મિક આયોજનો પ્રતિ લોકોનો લગાવ વધી રહ્યો છે, તે એક નવી ક્રાંતિ છે. પ્રયાગરાજમાં તો મહાકુંભ ચાલી રહ્યો છે, પણ અયોધ્યા, બનારસ, વૃંદાવનમાં પણ શ્રદ્ધાળુઓનો જે સાગર ઊમટી પડÎો છે તેનું અનુમાન કરવામાં આવ્યું હતું? ઉત્તર પ્રદેશનાં જે ધાર્મિક સ્થળો વિશે વ્યાપક રીતે વિચારવાની આવશ્યકતા છે. આવનારા દિવસોમાં રાજમાર્ગો પણ પાતળા થવા લાગશે. રાજમાર્ગો પર ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓની અછત હશે. હવે સુવિધાઓનો વિકાસ અને વ્યવસ્થા અધિકતમ ભીડને લક્ષમાં લઈ કરવામાં આવે.

તીર્થોમાં નવીનીકરણ થવા લાગ્યું છે, સુવિધાઓ જેમ જેમ વધવા લાગી છે શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. નિઃસંદેહ, માઘી પૂર્ણિમા સ્નાન પછી મહાકુંભમાં થઈ રહેલી ભીડ ઘટશે, પણ આવા ‘જામ’નો કાયમી ઉકેલ શું? આ સવાલનો પૂરી સંવેદના સાથે ઉકેલ લાવવાનો રહેશે.

આપણા પૂર્વજ સંકટનો સામનો કરી તીર્થ યાત્રા કરતા. તીર્થમાં પર્યટનની જેમ ફરવા-જોવાના ઇરાદાથી જનારાઓની સંખ્યા ઓછી રહેતી. આપણાં તમામ નાનાં-મોટાં તીર્થ જે જન દબાણ ઝીલી રહ્યાં છે અને તીર્થોમાં સ્થાયી રૂપથી રહેનારાઓને જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે, તે પ્રતિ પણ સૈએ સજાગ રહેવાનું રહેશે.