• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ચીનને જવાબ નહીં, લપડાક...

ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાનારા 19મા એશિયન ગૅમ્સ સમારોહમાં ભાગ લેવા માટે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના 3 ખેલાડીઓને વિઝા આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા અરુણાચલના ખેલાડીઓને વિઝા નહીં આપવાના ચીનના ભેદભાવભર્યા વલણનો યોગ્ય, ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ચીનનાં પગલાંના વળતા જવાબ રૂપે ભારતના સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે ચીનનો પ્રવાસ રદ કર્યો છે.

ચીન દ્વારા વખતે પણ અગાઉની જેમ અવળચંડાઈ કરવામાં આવી છે. અરુણાચલના ખેલાડીઓને રેગ્યુલર વિઝા આપવાને બદલે સ્ટેપલ વિઝા આપવાનો પ્રયાસ કરાયો હતો, જે સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવતાં અરુણાચલના ત્રણેય ખેલાડીઓ અન્ય ટીમ સાથે ચીન જઈ શક્યા નથી.

ચીન દ્વારા વારંવાર અરુણાચલ પ્રદેશ તેનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આથી અરુણાચલ ખેલાડીઓને સામાન્ય વિઝા આપવાને બદલે સ્ટેપલ વિઝા આપવા માગે છે, જેનો ભારત સરકારે વિરોધ કરીને અસ્વીકાર કર્યો છે. અગાઉ 26મી જુલાઈએ વિશ્વ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે પણ ચીને ત્રણેય ખેલાડીઓને સ્ટેપલ વિઝા આપ્યા હતા. જેના વિરોધમાં ભારત સરકારે આખેઆખી `વૂશુ' એટલે કે કૂંગ ફૂ ટીમને ઍરપોર્ટથી પાછી બોલાવી લીધી હતી.

ચીન પોતાની નાપાક હરકતોથી વાજ નહીં આવે. ચીનની તાજી હરકત પછી ભારતના વિદેશ વિભાગે કહ્યું છે કે ભારતીય નાગરિકો પ્રતિ