• શનિવાર, 13 એપ્રિલ, 2024

એક વર્ષની ભાજપની આવક રૂા. 2361 કરોડ  

પક્ષની કુલ આવક રૂા. 3077 કરોડ

નવી દિલ્હી, તા. 28 (પીટીઆઈ) : રાષ્ટ્રીય પક્ષોએ 2022-23ના નાણાકીય વર્ષ માટે લગભગ રૂા. 3077 કરોડની આવક જાહેર કરી છે, જેમાં એકલા ભાજપના રૂા. 2361 કરોડ સામેલ છે એમ એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) આજે જણાવ્યું હતું. એડીઆરના અહેવાલમાં જણાવાયું હતું કે, પક્ષની કુલ આવકના 76.73 ટકા આવક, તો શાસક ભાજપની છે. બીજા સ્થાને રૂા. 452.375 કરોડ સાથે કોંગ્રેસ છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બીએસપી, આપ, એનપીપી અને સીપીઆઈ-એમએ પણ પોતાની આવક જાહેર કરી છે. 2021-22ના નાણાકીય વર્ષમાં ભાજપની કુલ આવક રૂા. 1917.12 કરોડ હતી જે પછીના વર્ષે 23.15 ટકાના વધારા સાથે રૂા. 2361 કરોડ થઈ ગઈ. બીજી તરફ એનપીપીની આવકમાં રૂા.1502 કરોડનો મોટો વધારો નોંધાયો છે અને તેની આવક રૂા. 47.20 લાખમાંથી વધીને રૂા. 7.562 કરોડ થઈ ગઈ. આપની આવકમાં પણ એક વર્ષમાં 91 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે અને 2021-22ના રૂા. 44.539 કરોડની સામે 2022-23માં રૂા. 85.17 કરોડ થઈ ગઈ. એક વર્ષના સમયમાં કોંગ્રેસની આવકમાં 16 ટકાનો એટલે કે રૂા. 88.90 કરોડનો ઘટાડો નોંધાયો હતો. રીતે સીપીઆઈ-એમ અને બીએસપીની આયમાં પણ ઘટાડો થયો હતો. એડીઆરના જણાવ્યા અનુસાર ભાજપે 2022-23માં રૂા. 2360.844 કરોડની આવક સામે ખર્ચ માત્ર રૂા. 1361.684 કરોડનો એટલે કે કુલ આવકના 57.68 ટકા જેટલો કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ