• શનિવાર, 13 એપ્રિલ, 2024

સંદેશખાલી : ઘમસાણ યથાવત્  

શાહજહાં પોલીસ પાસે સુરક્ષિત : સુવેન્દુનો દાવો, તુણમૂલે ફગાવ્યો 

કોલકાતા,  તા. 28 : સંદેશખાલી હિંસા પર રાજકીય ઘમસાણ હજુયે જારી છે. બંગાળ ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ બુધવારે દાવો કર્યો હતો કે, હિંસા મામલાનો મુખ્ય આરોપી શારજહાં શેખ રાજ્ય પોલીસની કસ્ટડીમાં સુરક્ષિત છે. જો કે તૃણમૂલ કોંગ્રેસે આરોપને પાયાવિહોણો લેખાવીને ફગાવી દીધો હતો. 

બીજીતરફ, રાજ્યની વડી અદાલતે સંદેશખાલી હિંસા મામલામાં ભાજપને કોલકાતા મેદાનમાં ધરણાંની મંજૂરી આપી દીધી છે. કોર્ટે મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે દેખાવો કરવા માટેની છૂટ આપવા સાથે પ્રદર્શન દરમ્યાન લાઉડસ્પીકરનો ઉપયોગ નહીં કરવાનો તેમજ 150થી વધુ લોકો હોવા જોઈએ તેવો નિર્દેશ પણ આપ્યો હતો. હિંસા પ્રકરણમાં મહત્ત્વના નિર્દેશ રૂપે હાઈકોર્ટે મુખ્ય આરોપી અને ફરાર તૃણમૂલ નેતા શાહજહાં શેખ પર વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, બંગાળ પોલીસ સિવાય સીબીઆઈ અને ઈડી પણ શાહજહાંની ધરપકડ કરી શકે છે. દરમ્યાન કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ પણ સંદેશખાલી હિંસા પર ચિંતા વ્યક્ત કરતાં મમતા બેનર્જીની તૃણમૂલ સરકાર પર હિંસાના મામલાને છુપાવવાનો આરોપ મૂકયો હતો. 

અપરાધીઓને મમતા સરકાર બચાવે છે તેવો આરોપ પણ તેમણે મૂકયો હતો. બીજીતરફ હિંસાગ્રસ્ત વિસ્તારની મહિલાઓએ પણ શાહજહાં શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો ફેંસલો કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ