• શનિવાર, 13 એપ્રિલ, 2024

રાજીવ ગાંધીના હત્યારા સંથાનનું મૃત્યુ : હૉસ્પિટલમાં જ જીવ છોડયો  

નવી દિલ્હી, તા. 28 : રાજીવ ગાંધીના હત્યારા સંથાનનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. જેની જાણકારી હોસ્પિટલ પ્રશાસન તરફથી આપવામાં આવી છે. સંથાનનું મૃત્યુ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનાં નામે બનેલી ચેન્નઈની સરકારી હોસ્પિટલમાં થયું છે. જેઓની સંથાને હત્યા કરી હતી. રાજીવના હત્યારા સંથાનને અદાલતે દોષિત ઠેરવ્યો હતો. જો કે બાદમાં તે મુક્ત થયો હતો. 55 વર્ષના સંથાનને જાન્યુઆરીમાં લિવર ફેલ થયા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ