• શનિવાર, 13 એપ્રિલ, 2024

ગેરકાયદે ખનન સપા પ્રમુખ અખિલેશને સીબીઆઈનું સમન્સ  

નવી દિલ્હી, તા. 28 : ગેરકાયદે ખનનના 2016ના એક મામલામાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને 29મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં જુબાની આપવા હાજર થવા સીબીઆઇએ સમન્સ પાઠવ્યું છે. કેસમાં અખિલેશે સાક્ષી તરીકે હાજર થવાનું છે. યુપીમાં તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે ખનન પ્રધાન તરીકેનો કાર્યભાર પણ તેમની પાસે હતો. આરોપ છે કે તે વખતે રોક છતાં ખનનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હાઇ કોર્ટે કૌભાંડની તપાસનો આદેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા અખિલેશને સીબીઆઇનાં સમન્સથી મામલો ગરમાઈ શકે છે, કારણ કે અખિલેશે અગાઉ મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ