• શનિવાર, 13 એપ્રિલ, 2024

100 સાંસદની ટિકિટ કપાવાની સંભાવના : નવા ચહેરા ઉપર દાવ  

લોકસભા ચૂંટણી માટે ભાજપનું મિશન 2024 તૈયાર

નવી દિલ્હી, તા. 29: ભાજપ લોકસભા ચૂંટણીમાં વખતે નવા ચહેરાને વધુ તક આપી શકે છે. પક્ષ સૂત્રોના કહેવા પ્રમાણે વખતે અંદાજિત 100થી વધારે સાંસદોની ટિકિટ કપાય શકે છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગુરુવારે સાંજે એક બેઠક થઈ હતી. જેમાં ઉમેદવારોનાં નામ ઉપર મહોર લાગવાની સંભાવના હતી તેમજ એમ બે દિવસની દર ભાજપ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. ભાજપે ગયા વર્ષે થયેલી અલગ અલગ વિધાનસભા ચૂંટણીમાં પણ ઘણી ટિકિટ કાપી હતી અને તેમાં સીનિયર નેતા સામેલ હતા. તેવામાં ચર્ચા થઈ રહી છે કે લોકસભા ચૂંટણીમાં પણ વખતે મોટી સંખ્યામાં ટિકિટ કાપવામાં આવશે અને નવા ચહેરાઓને તક મળશે. 

ભાજપને રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નવા ચહેરાઓને ઉમેદવાર બનાવવાનો ફાયદો પણ મળ્યો છે. ભાજપ સતત સંદેશ આપી રહ્યો છે કે ભાજપમાં કાર્યકર્તા સૌથી મહત્ત્વના છે અને પક્ષ કોઈને પણ ટિકિટ આપી શકે છે. ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં નવા ચહેરાઓને મુખ્ય પ્રધાન બનાવનીને કાર્યકર્તાઓને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. હાલમાં થયેલા ભાજપ અધિવેશનમાં વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે કમળનું ફૂલ ભાજપનું ઉમેદવાર છે. જેનાથી ચર્ચા થઈ રહી છે કે અમુક મોટા નેતાઓની ટિકિટ કપાશે. એવી બેઠકો ઉપર સાંસદોની ટિકિટ કપાવાની વધારે સંભાવના છે જ્યાં વિપક્ષી ગઠબંધન મળીને ચૂંટણી લડી રહ્યો છે. 

ભાજપની સફળતામાં શાહનું યોગદાન મહત્ત્વનું છે. શાહ પક્ષના પ્રમુખ રણનીતિકાર માનવામાં આવે છે. હિંદી બેલ્ટના રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જે રીતે ભાજપને જીત મળી છે તેનાથી શાહનું કદ વધ્યું છે અને મજબૂત થયું છે. હવે ભાજપનું ફોકસ દક્ષિણનાં રાજ્યો અને પશ્ચિમ બંગાળ ઉપર છે. શાહે આગામી લોકસભા ચૂંટણીમાં 370થી વધારે બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને આગામી કદમ નાગરીકતા સંશોધન કાયદાને લાગુ કરવાનું છે. ત્રીજી વખત સામાન્ય ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ કરી રહેલા મોદીનું કદ સમય સાથે વધુને વધુ મજબૂત બની રહ્યું છે. 370 ખતમ કરવી, કલ્યાણકારી યોજનાઓ સાથે અર્થવ્યવસ્થાની મજબૂત સ્થિતિ અને રામ મંદિર ઉદ્ઘાટન બાદ બ્રાન્ડ મોદી વધારે મજબૂત બની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ