• શનિવાર, 13 એપ્રિલ, 2024

કૅન્સરની કાળ જાદુઈ ગોળી : કિંમત માત્ર રુ.100  

નવી દિલ્હી તા.29 : જીવલેણ કેન્સરે દુનિયાભરમાં ફૂંફાડો માર્યો છે તેવા સમયે એક મહત્વની શોધમાં ડોકટરોએ માત્ર રુ.100માં કારગર ઈલાજ શોધી કાઢયો છે. કેન્સરની સારવારમાં અસરકારક ટેબલેટ આગામી જૂન-જૂલાઈમાં બજારમાં આવે તેવી સંભાવના છે. 

કેન્સરની બીમારી પર દુનિયાભરમાં સંશોધન થઈ રહ્યા છે. તેની સારવારમાં મહત્વની સફળતામાં ટાટા ઈન્સ્ટીટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર)ના ડોકટરો અને સંશોધકોએ દાવો કર્યો છે કે તેમણે એક એવી ટેબલેટ વિકસિત કરી છે જે કેન્સરથી ઉભરી ચૂકેલા દર્દીઓને ફરી કેન્સરગ્રસ્ત થતાં અટકાવી શકે છે. સંશોધકો અનુસાર 10 વર્ષના રિસર્ચ બાદ સફળતા મળી છે. જે ટેબલેટનું નિર્માણ કરાયુ છે તે ફરી કેન્સર થતાં અટકાવવા સાથે રેડિએશન અને કીમોથેરાપીની આડઅસરોને પણ ઓછી કરશે. કેન્સરની સારવાર અત્યંત ખર્ચાળ હોય છે જેની સામે ટેબલેટ અત્યંત સસ્તી હોવાથી ગરીબો અને સામાન્ય વર્ગ માટે વરદાન રુપ બની રહેશે.

વરિષ્ઠ કેન્સર સર્જન્ ડો.રાજેન્દ્ર બડવેએ કહ્યં કે 10 વર્ષની આકરી મહેનત બાદ ટેબલેટ બની શકી છે. સંશોધન માટે માનવ કેન્સરની કોશિકાઓનું ઉંદરોમાં પ્રત્યારોપણ કરાયું હતુ. પછી ઉંદરોની સારવાર કીમોથેરાપી, રેડિએશન અને સર્જરીથી કરવામાં આવી. સંશોધકોને રિસર્ચમાં જણાયું કે થોડા સમય બાદ કેન્સરની કોશિકાઓ ખતમ થઈ ગઈ હતી અને તે નાના નાના કણોમાં તૂટી ગઈ હતી જેને ક્રોમૈટિન કણો કહેવામાં આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ