• શનિવાર, 13 એપ્રિલ, 2024

દેશના શીર્ષ 10 શક્તિશાળી લોકોમાં ગૌતમ અદાણી સામેલ  

વડા પ્રધાન ટોચે, અમિત શાહ બીજા નંબરે : ટોપ-10માં મોટા ભાગના ભાજપ અને આરએસએસના નેતા

નવી દિલ્હી, તા. 29 : વડા પ્રધાન મોદી કેન્દ્રની સત્તામાં શીર્ષ પદ ઉપર બે કાર્યકાળ લગભગ પૂરા કરી ચૂક્યા છે. ત્રીજા કાર્યકાળ માટે અમુક અઠવાડિયામાં ચૂંટણી થવાની છે અને તેઓ આજે પણ દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. મોદીની વર્તમાન લોકપ્રિયતાને ધ્યાને લઈને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા જારી દેશની 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં શીર્ષ સ્થાન મળ્યું છે ત્યારબાદ શીર્ષ 10 વ્યક્તિઓમાં મોટાભાગના ભાજપના અને આરએસએસના નેતા છે. દેશના સીજેઆઈ ડીવાઈ ચંદ્રચુડ 

તેમજ ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બે એવા નામ છે જે રાજનેતા નથી. 

ઈન્ડિયન એક્સપ્રેસની યાદીમાં શીર્ષ સ્થાને મોદી હોવા પાછળ તેઓને અભૂતપૂર્વ લોકપ્રિયતાનો હવાલો આપ્યો છે. કોઈપણ વડા પ્રધાન બે કાર્યકાળ પછી લોકપ્રિયતાના આવા શિખરે નથી રહ્યા. મોદીના બે કાર્યકાળ પૂરા થયા પછી પણ કદ વધ્યું છે અને પહેલાથી પણ વધારે મજબૂત બન્યા છે. યાદીમાં મોદી બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે, ભલે તેઓ ભાજપ પ્રમુખ નથી પણ પક્ષના મુખ્ય રણનીતિકાર અમિત શાહ છે. ત્રીજા સ્થાને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, ચોથા સ્થાને મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચુડ છે. ડીવાઈ ચંદ્રચુડને ખુબ મહત્ત્વના અને જટિલ સમયમાં ન્યાયિક વ્યવસ્થા અને કોલેજિયમમાં બદલાવ માટે શ્રેય આપવામાં આવ્યો છે. 

પાંચમા સ્થાને કેન્દ્રીય વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકરનું નામ છે. જેઓએ વૈશ્વિક મંચ ઉપરથી ભારત માટે સૌથી મક્કમ અવાજ ધરાવતા નેતા ગણાવવામાં આવ્યા છે. યાદીમાં છઠ્ઠંy સ્થાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ છે. જેઓએ સૌથી વધારે લોકસભા બેઠક ધરાવતા રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે. યાદીમં સાતમા ક્રમાંકે રાજનાથસિંહ, આઠમા સ્થાને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, નવમા સ્થાને ભાજપ પ્રમુખ જગતપ્રકાશ નડ્ડા છે. જ્યારે 10મા ક્રમાંકે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નામ છે. શીર્ષ 10મા એકમાત્ર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી છે. જેઓ પોતાની નેટવર્થથી દેશની બીજા સૌથી અમીર વ્યક્તિ છે. 

હિમંતા રાહુલ ગાંધીથી વધુ શક્તિશાળી

100 શક્તિશાળી લોકોની યાદીમાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસવા સરમા 10મા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી 15મા ક્રમાંકે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 16મા અને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ 18મા ક્રમાંકે છે. યાદીમાં સોનિયા ગાંધી 29મા સ્થાને છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ