• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

સેંગોલ વિવાદ અંગે કૉંગ્રેસે પોતાના વ્યવહાર ઉપર વિચાર કરવાની જરૂર  

કૉંગ્રેસને ભારતીય સંસ્કૃતિથી નફરત કેમ? : અમિત શાહ 

આનંદ વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 26 : નવા સંસદ ભવનના ઉદ્ઘાટન અને તેમાં રાખવામાં આવનારા સેંગોલ (રાજદંડ) ઉપર થયેલા વિવાદ બાદ આજે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કૉંગ્રેસ ઉપર નિશાન તાક્યું છે. નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સ્થાપિત થનારા સેંગોલને લઈને ભાજપના દાવાઓને કૉંગ્રેસે નકલી ગણાવ્યા હતા. જેના ઉપર શાહે સવાલ કર્યો છે કે કૉંગ્રેસને ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિથી આટલી નફરત કેમ છે ?

અમિત શાહે જણાવ્યું હતું કે `સેંગોલ'એ બ્રિટિશરો તરફથી ભારતને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક છે. એમ લોર્ડ માઉન્ટ બેટન, સી. રાજગોપાલાચારી અને પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હોવાના કોઈ દસ્તાવજી પુરાવા નથી.

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે તામિલનાડુમાં રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે વડા પ્રધાન અને તેમના `ઢોલ-નગારાં પીટનારાઓ' રાજદંડના મુદ્દાનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ પોતાના વિકૃત લક્ષ્યને હાંસલ કરવા સત્યને પોતાની અનુકૂળતા મુજબ ઉપયોગ કરે છે, એમ રમેશે ઉમેર્યું હતું. કૉંગ્રેસની ટીકાના જવાબમાં શાહે આ વિધાન કર્યું છે.

હેડલાઇન્સ