• શનિવાર, 02 માર્ચ, 2024

રાહુલ ગાંધીને ત્રણ વર્ષ માટે નવા પાસપોર્ટ સામે કોર્ટની ના-હરકત  

નવી દિલ્હી, તા.26 : દિલ્હીની એક કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ત્રણ વર્ષ માટે સામાન્ય પાસપોર્ટ જારી કરવા એનઓસી આપ્યું છે. માનહાનીના કેસમાં ગુજરાતમાં સુરતની કોર્ટે દોષિત જાહેર કરી સાંસદ પદે અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાના રાજદ્વારી યાત્રા સંબંધિત દસ્તાવેજ પરત કર્યા હતા. 

મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ મહેતાએ રાહુલ ગાંધીના વકીલને કહ્યં કે હું આંશિક રીતે તમારી અરજી મંજૂર કરું છું. 10 વર્ષ માટે નહીં પરંતુ 3 વર્ષ માટે. રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી છે અને તેમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી ફરિયાદી છે. રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ પોતાને 10 વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા એનઅઓસી માગ્યું હતું.

Budget 2024 LIVE
હેડલાઇન્સ