• શનિવાર, 02 માર્ચ, 2024

મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્કથી લોકોનું જીવન સરળ બનશે : વડા પ્રધાન  

અમારા પ્રતિનિધિ તરફથી 

નવી દિલ્હી, તા. 26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં બંધાયેલા દેશના સહુથી લાંબા સી-બ્રિજ મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક અંગે આનંદ વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવડી અને ન્હાવાશેવાને જોડતા દેશના સહુથી લાંબા બ્રિજ અંગે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ ભાવિ પેઢીની માળખાકીય સુવિધાઓને કારણે લોકો માટે `ઇઝ અૉફ લિવિંગ' (આ માળખાકીય સુવિધા લોકોનું જીવન સરળ બનાવશે)ને બળ આપશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ ટ્રાન્સહાર્બર લાઇન અંગે કરેલા ટ્વીટના જવાબમાં વડા પ્રધાને આ ટ્વીટ કર્યું હતું. વડા પ્રધાને ટ્વીટર ઉપર લખ્યું હતું કે મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક જેવી ભાવિ પેઢીની માળખાકીય સુવિધાને લીધે લોકોનું જીવન સરળ બનશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ