• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ક્ષયરોગનું નિદાન રૂ. 50ની નવી ટેક્નિકથી માત્ર એક કલાકમાં  

નવી દિલ્હી, તા. 26 : દિલ્હી યુનિવર્સિટીના બીઆર આંબેડકર જૈવ ચિકિત્સા અનુસંધાન કેન્દ્રએ એક એવી ટેકનિક વિકસાવી છે. જેથી કોઈપણ પ્રકારના ટીબીના દર્દીઓની બીમારીની જાણ માત્ર એક કલાકની અંદર થઈ શકશે. આ તપાસ માટેની કિટની કિંમત અંદાજિત 50 રૂપિયા જ હશે. કિટને પેટન્ટ પણ કરાવી દેવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગને લઈને હવે કંપની સાથે કરારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીઆર આંબેડકર જૈવ ચિકિત્સા અનુસંધાન કેન્દ્રના સિનિયર પ્રોફેસર ડોક્ટર દમન સુલજાના કહેવા પ્રમાણે નવી ટેકનિકના પરિણામ જલદી આવશે અને દર્દીને તાકીદે ઈલાજ મળવાની શરૂઆત થઈ જશે. 

હેડલાઇન્સ