• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન

નવી દિલ્હી, તા. 12 : જયપ્રકાશ નારાયણના રાજકીય આંદોલનથી પ્રકાશમાં આવેલા બિહારના દિગ્ગજ નેતા શરદ યાદવનું આજે 75 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં તેમણે મોડી રાત્રે આખરી શ્વાસો લીધાં હતાં. બિહારના રાજકારણમાં લાલુપ્રસાદ યાદવ, નીતિષકુમાર અને શરદ યાદવની ત્રિપુટી લગભગ ત્રણ દાયકાથી છવાયેલી છે. શરદ યાદવ નીતિષકુમારની જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને રાજ્યસભામાં ખેડૂતોના પ્રશ્ને અવારનવાર સત્તાને સવાલો કરવા માટે જાણીતા હતા.