• શનિવાર, 25 માર્ચ, 2023

નેપાળના નવા પ્રમુખ રામચંદ્ર પૌડેલ

કાઠમાંડુ, તા. 9 : નેપાળી કોંગ્રેસના રામચંદ્ર પૌડેલ ગુરુવારે નેપાળના ત્રીજા પ્રમુખ ચૂંટાયા છે. પૌડેલ, નેપાળી કોંગ્રેસ અને સીપીએન (માઓવાદી સેન્ટર) સહિત આઠ દળોના ગઠબંધન તરફથી ઉમેદવાર હતા. તેઓએ ચૂંટણીમાં સંસદના 214 સાંસદો અને 352 પ્રાંતીય વિધાનસભા સભ્યોના મત મેળવ્યા છે. પૌડેલ નેપાળની સંસદમાં 17 વખત વડા પ્રધાનની ચૂંટણીમાં નિષ્ફળ રહી ચૂક્યા છે. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબાએ ટ્વિટ કરીને પૌડેલને અભિનંદન પાઠવ્યા હતા. પૌડેલે પોતાના હરીફ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર સુવાસ નેમ્બાંગને હરાવ્યા હતા. નવા પ્રમુખના રૂપમાં પૌડેલને સોમવારે શપથ લેવડાવવામાં આવશે. નેપાળમાં 2008ના ગણતંત્ર આવ્યા બાદ આ ત્રીજી પ્રમુખ પદની ચૂંટણી હતી.