• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

આજે સંસદમાં મહિલા અનામત ખરડો  

નવીદિલ્હી, તા.18: વખતે ખરડાને ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું અને જો હવે વિશેષ સત્રમાં ખરડો લોકસભાનાં મંચ ઉપર આવશે તો તેમાં કોંગ્રેસનું સમર્થન મળવાનું સુનિશ્ચિત છે. કારણ કે હાલમાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં પણ આનાં માટે માગણી કરવામાં આવી હતી. 

મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીઓની નિયુક્તનું બિલ સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવશે તેવી અટકળોએ જોર પકડયું છે. રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં મોદી સરકારે જે આઠ બિલની યાદી વિપક્ષને આપી છે તેમાં ચૂંટણી અધિકારી સંબંધિત બિલ નહોતું. મીડિયા સાથેની વાતચીતમાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બિલનું નામ લીધું નહોતું. જો કે સરકાર વિવાદાસ્પદ ખરડામાં સંશોધનનો વિચાર કરી રહી છે તેવું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીઓને સુપ્રીમ કોર્ટના જજનો દરજ્જો આપવાનો વિરોધ થઈ રહ્યો છે. બિલમાં તેઓનો દરજ્જો કેબિનેટ સચિવને બરાબર કરવાનો પ્રસ્તાવ છે. જેના ઉપર વિપક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે.