• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મહિલા અનામત ખરડો સર્વસંમતિથી પસાર

નારીશક્તિને લોકસભાના વંદન 

સમર્થનમાં 454, વિરોધમાં માત્ર બે મત : નવા સંસદ ભવનમાં રચાયો ઇતિહાસ

નવી દિલ્હી, તા. 20 : સંસદનું વિશેષ સત્ર ખરા અર્થમાં વિશેષ નહીં બલકે ઐતિહાસિક બની ગયું છે. નવા સંસદ ભવનમાં નવો ઈતિહાસ આલેખાયો છે. બહુપ્રતીક્ષિત મહિલા અનામત ખરડો નવી સંસદમાં પસાર થયેલો પહેલો ખરડો બની ગયો છે. લોકસભામાં આજે દિવસભરની ચર્ચાનાં અંતે નારીશક્તિ વંદન અધિનિયમ વિધેયક પસાર થઈ જતાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામત માટે શ્રીગણેશ થઈ ગયા છે. ખરડો બે તૃત્યાંશ બહુમતથી પસાર થયો છે. તેનાં સમર્થનમાં 44 મત અને વિરોધમાં માત્ર બે મત પડયા હતાં. હવે લોકસભાએ પસાર કરી દીધેલું વિધેયક આવતીકાલે રાજ્યસભામાં પેશ કરવામાં આવશે. રાજ્યસભામાં પણ ખરડો પસાર થઈ ગયા બાદ તેને રાષ્ટ્રપતિને મોકલાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં હસ્તાક્ષર સાથે ખરડો કાયદો બની જશે.

મહિલા અનામત ખરડા અનુસાર લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો આરક્ષિત રહેશે. એટલે કે 43માંથી 181 બેઠકો મહિલાઓનાં ફાળે જશે. અનામત 1 વર્ષ માટે લાગુ થશે અને ત્યારબાદ સંસદ ઈચ્છે તો તેની અવધિ લંબાવી શકશે. અનામત માત્ર સીધી ચૂંટણીવાળા જનપ્રતિનિધિઓ માટે લાગુ થશે એટલે કે રાજ્યસભા