• શનિવાર, 02 માર્ચ, 2024

ઇઝરાયલ-ગાઝા વચ્ચે યુદ્ધવિરામ લંબાયો

વધુ એક દિવસ શાંતિ; ખાવા-પીવાની સામગ્રી વિના બેઘર લોકો બેહાલ, એક્ટિવિસ્ટ તમીમી મુક્ત

તેલ અવીવ, તા. 30 : યુદ્ધ શરૂ થવાથી આઠ મિનિટ પહેલાં છેલ્લી ઘડીએ 10 અને 22 મિનિટે યુદ્ધવિરામ વધુ એક દિવસ લંબાવી દેવાયો હતો. ઈઝરાયલ અને કતારના અધિકારીઓ દ્વારા આ વાતને સમર્થન અપાયું હતું.લંબાવાયેલા યુદ્ધવિરામ હેઠળ હમાસ દરરોજ 10 બંધકને છોડશે. બદલામાં ઈઝરાયલ 30 પેલેસ્ટાઈની કેદીને છોડશે. યુદ્ધવિરામની બીજી શરતો પર પણ વાતચીત જારી હોવાનું ઈઝરાયલે જણાવ્યું હતું. અગાઉ, હમાસે પાંચ બાળક સહિત 16 બંધકને આઝાદ કર્યા હતા.

બદલામાં ઈઝરાયલે 30 પેલેસ્ટાઈની કેદીને મુક્ત કર્યા હતા. જેમાં 22 વર્ષની પેલેસ્ટાઈની ચળવળકાર અહદ તમીમી પણ સામેલ છે, જેણે ઈઝરાયલીઓનું લોહી પીવાની ધમકી આપી હતી.બીજી તરફ, યુદ્ધનાં કારણે તબાહી વેઠનાર ગાઝામાં હજુ પણ માનવીય સંકટની સ્થિતિ છે, તેવું જાણવા મળ્યું છે.

ગાઝામાં લોકો પાસે ઘર નથી એટલે રસ્તા પર રહેવા માટે મજબૂર છે. ખાવા-પીવાની સામગ્રી અને પીવાનાં પાણીની અછતથી લોકો પરેશાન છે. યુદ્ધવિરામ દરમ્યાન રાહત સામગ્રી લઈને ટ્રકો તો પહોંચી રહી છે, પરંતુ આ સામાન મેળવવા માટે લાંબી કતારોમાં લોકોને ઊભા રહેવું પડી રહ્યું છે.બીબીસીના અહેવાલ અનુસાર, રાંધણગેસ મેળવવા માટે સેંકડોની સંખ્યામાં લોકો ત્રણ દિવસથી કતારમાં ઊભા છે.ગાઝામાં પેલેસ્ટાઈની લોકો લોટની ગુણીઓ એકસાથે લઈ જઈ રહ્યા છે. ઈઝરાયલની સેના ગમે તયારે પાછા હુમલા કરી શકે છે, તેવા ભય હેઠળ લોકો જીવી રહ્યા છે.

યુરુશલેમમાં હમાસના ગોળીબારમાં ઈઝરાયલના ત્રણ શખસનાં મોત

યુરૂશલેમમાં ગુરૂવારે બસ સ્ટોપ પર બે ફિલિસ્તીન શખ્સે ગોળીબાર કરતાં ઈજરાયલના ત્રણ જણના મોત થયા હતા, જ્યારે છ જણ ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત ગંભીર બતાવાઈ હતી. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને હુમલાખોર હણાયા હતા. હુમલાની જવાબદારી હમાસે લીધી હતી.એક મીડિયાના અહેવાલ અનાસર આ હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ હમાસે કહ્યું હતું કે બુધવારે બેંકમાં બે બાળકના મોતનો બદલો લીધો છે. જો કે, અમારા બે સભ્ય મુરાદ અને ઈબ્રાહીમ શહીદ થયા હતા. 

આ વચ્ચે ઈજરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન ગ્વિરે કહ્યું હતું કે, હમાસે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. નોંધનીય છે કે, યુદ્ધવિરામના છઠ્ઠા દિવસે હમાસે 13 વર્ષની ગૈલી તર્શાસ્કીને મુક્ત કરી હતી. 7 ઓકટોબરના હમાસે તેના ઘરમાં આગ લગાવી તેના પિતાને બંધક બનાવી લઈ ગયા હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ