• શનિવાર, 02 માર્ચ, 2024

પાંચ રાજ્યનાં ચૂંટણી પરિણામના બીજા દિવસથી સંસદનું શિયાળુ સત્ર  

શનિવારે સર્વપક્ષીય બેઠક : અનેક મહત્ત્વનાં ખરડા અને મોઈત્રાનાં ભાવિનો ફેંસલો થશે

નવી દિલ્હી, તા. 30 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાનાં બીજા દિવસથી સંસદનાં શિયાળુ સત્રની શરૂઆત થશે. આ પહેલા સરકાર તરફથી શનિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. 

સંસદનું સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22મી ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન કુલ મળીને 1પ બેઠકો થશે અને તેમાં મહત્ત્વનાં વિધેયકોની ચર્ચા થવી સંભવ છે. આમાં અંગ્રેજી શાસનનાં સમયનાં ત્રણ અપરાધિક કાયદા- ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને સાક્ષી અધિનિયમનાં સ્થાને નવા ત્રણ કાયદા લાવવાની ચર્ચા પણ સામેલ છે. 

સરકારે શિયાળુ સત્રમાં વર્ષ 2023-24 માટે અનુદાનની પૂરક માગણીઓ રજૂ કરવાની યોજના પણ બનાવી છે. આ સત્રમાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા વિરુદ્ધ લાંચ લઈને સવાલ ઉઠાવવાનાં આરોપો ઉપર આચાર સમિતિનો અહેવાલ પણ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સમિતિએ મોઈત્રાની હકાલપટ્ટીની ભલામણ કરી હતી. જો તેનો ગૃહમાં સ્વીકાર કરવામાં આવે તો ભલામણનો અમલ પણ થઈ શકે છે. 

મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંબંધિત અન્ય એક મહત્વનું વિધેયક પણ સંસદમાં પડતર છે. આ વિધેયક ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું પણ વિપક્ષનાં સદસ્યો તરફથી આ ખરડો સંસદનાં વિશેષ સત્રમાં પસાર નહીં કરવાં માટે જોરદાર વિરોધ કરેલો. જેને પગલે તેને હવે હાથ ધરવામાં આવી શકે છે. સંસદમાં પેશ કરવામાં આવનાર સાત નવા ખરડાની સૂચિ સરકાર તરફથી આપવામાં આવી છે. આમાં પોસ્ટ ઓફિસ બિલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર સંબંધિત ચાર ખરડા રાજ્યસભામાં પેન્ડિંગ છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ