• શનિવાર, 02 માર્ચ, 2024

એસઆરએ ફલૅટના ટ્રાન્સફર ફીમાં 50 ટકાનો ઘટાડો  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 30 : ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને રાહત આપતા મહારાષ્ટ્રના પ્રધાનમંડળે બુધવારે સ્લમ રિહેબિલિએશન અૉથોરિટીના (એસઆરએ) ફલૅટના વેચાણ વખતે લેવામાં આવતી ટ્રાન્સફર ફીને 1 લાખ રૂપિયાથી ઘટાડીને 50,000 રૂપિયા કરી છે. ઝૂંપડાવાસીઓને એસઆરએના ફલૅટ વિનામૂલ્યે આપવામાં આવે છે. નિયત સમયમર્યાદા બાદ જો કોઈ પોતાનો આ ફલૅટ વેચવા માગે તો સ્ટૅમ્પ ડયૂટી ઉપરાંત એક લાખ રૂપિયા ટ્રાન્સફર ફી પણ આપવાની હોય છે. જેને કારણે ખરીદનાર પર આર્થિક બોજો પડે છે. પરિણામે એને ઘટાડવામાં આવી છે. 

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વર્ષે મે મહિનામાં મુંબઈમાં આયોજિત કો-અૉપરેટિવ હાઉસિંગ સોસાયટીની કૉન્ફરન્સમાં આની ઘોષણા કરી હતી. જેનું પ્રીમિયર હાઉસિંગ સોસાયટીને મળતું હોય છે. ફડણવીસે વધુમાં કહ્યું હતું કે રિડેવલપમેન્ટ કરવા માગતા બીલ્ડરોએ મકાન માલિકોને એક વર્ષનું ભાડું એડવાન્સમાં આપવું પડશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ