• શનિવાર, 02 માર્ચ, 2024

કૉંગ્રેસને હારની ચિંતા, જીતમાંય ફિકર

જો તેલંગણામાં રાજસ્થાનના જેવી ભૂલ કરશે તો મોંઘું પડી શકે

નવીદિલ્હી, તા. 4 : પાંચ રાજ્યની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શનની ચિંતા સાથે કોંગ્રેસ માટે તેલંગણમાં સત્તા મળવી પણ ફિકરનું ઓછું કારણ નથી. જો તેલંગણની સ્થિતિ તાત્કાલિક અસરથી સંભાળી લેવામાં નહીં આવે તો તે રાજસ્થાન અને આવનારા સમયમાં મધ્યપ્રદેશ બની જાય તેવો ખતરો પણ છે. 

વર્ષ 2018માં કોંગ્રેસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બન્ને રાજ્યમાં ભાજપને શિકસ્ત આપીને સરકાર રચી હતી. આમાંથી રાજસ્થાનમાં તો કોંગ્રેસે જેમતેમ કરીને પાંચ વર્ષ શાસન ભોગવી પણ લીધું પણ મધ્યપ્રદેશમાં સવા વર્ષમાં જ સત્તા હાથમાંથી સરકી ગઈ હતી. જેવી રીતે 2018માં સચિન પાયલટે રાજસ્થાનમાં કોંગ્રેસને જીત અપાવી હતી એવી જ રીતે તેલંગણમાં રેવંત રેડ્ડીએ એકલા હાથે આ વખતે લડાઈ લડી હતી. તેઓ અત્યારે તેલંગણમાં પ્રદેશ પ્રમુખ પણ છે. જેવી રીતે રાજસ્થાનમાં પાયલટ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હતા.

કોંગ્રેસે રેડ્ડીની આગેવાનીમાં તેલંગણની ચૂંટણી તો જીતી લીધી છે પણ મુખ્યમંત્રી પદની દાવેદારીનો મામલો બિલકુલ રાજસ્થાનની જેમ જ આગળ વધી રહ્યો છે. એ વખતે કોંગ્રેસે રાજસ્થાનમાં અશોક ગહેલોત, મધ્યપ્રદેશમાં કમલનાથ અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. 

જો હવે તેલંગણમાં ગજગ્રાહને રાહુલ ગાંધી યોગ્ય ઢબે નહીં ઉકેલે તો ફક્ત બે સ્થિતિ ઉપસી આવી શકે છે. જેમાંથી એક તો સરકાર જેમ તેમ કરીને ચલાવી લેવી અથવા તો મળેલી સત્તા ગુમાવી દેવી. 

Budget 2024 LIVE
હેડલાઇન્સ