• શનિવાર, 02 માર્ચ, 2024

મિઝોરમમાં ઝેડપીએમને પૂર્ણ બહુમત  

એમએનએફને માત્ર 10 બેઠક મળી : મુખ્ય પ્રધાન જોરમ થંગા હાર્યા

નવી દિલ્હી, તા. 4 : રવિવારે થયેલી મતગણતરીમાં રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે કોંગ્રેસને હરાવીને સત્તા કબજે કરી છે જ્યારે તેલંગણમાં બીઆરએસને હરાવીને કોંગ્રેસે બાજી મારી છે. તેવામાં સોમવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવતા મોટી ઉલટફેર જોવા મળી હતી. જેમાં સત્તાધારી એમએનએફને પહેલી વખત ચૂંટણી લડી રહેલી ઝેડપીએમ (ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ) સામે કારમી હાર મળી છે. આ સાથે જ ઝેડપીએમ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. 

સોમવારે આવેલા મિઝોરમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામને ધ્યાને લઈને મિઝોરમના મુખ્યમંત્રી અને એમએનએફના અધ્યક્ષ જોરમથાંગાએ રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિને રાજીનામું સોંપી દીધું હતું. મિઝોરમમાં બપોરે બે વાગ્યે જ પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું અને 40માથી 36 બેઠકની સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. જેમાં ઝેડપીએમને 27 બેઠક મળી હતી જ્યારે ભાજપને બે અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. મુખ્ય પ્રધાન જોરમથાંગા અને નાયબ મુખ્ય પ્રધાન પણ પોતાની બેઠક ઉપરથી હારી ગયા હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ