• શનિવાર, 02 માર્ચ, 2024

છત્તીસગઢમાં રેણુકા સિંહ અને રમણ સિંહ રેસમાં

રાયપુર, તા. 4 : છત્તીસગઢમાં આ રેસમાં અલગ અલગ નામ છે. છત્તીસગઢ ભાજપ અધ્યક્ષ અરુણ સાવે પક્ષ સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું છે. આદિવાસી સીટ ઉપર જીતમાં સાવની ભૂમિકા છે. તેઓ લોરમીથી જીત્યા છે અને ઓબીસી નેતા છે. કેન્દ્રીય રાજ્ય પ્રધાન રેણુકા સિંહનું પણ નામ રેસમાં છે, તેઓ આદિવાસી સમુદાયના છે. રમનસિંહનો દાવો પણ ફગાવી શકાય તેમ નથી. 

રાજસ્થાનમાં રાજવી પરિવારના દીયા કુમાર મુખ્ય પ્રધાનની રેસમાં સામેલ માનવામાં આવે છે. દીયા કુમારીને વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. અલવર સીટથી લોકસભા સાંસદ મહંત બાલકનાથને તિજારાથી ટિકિટ મળી હતી અને તેમાં જીત મેળવી છે. મહંત બાલકનાથનું નામ એટલે પણ આગળ છે કારણ કે યુપીની જેમ રાજસ્થાનમાં એક સંતને મુખ્ય પ્રધાન બનાવવાની ચર્ચા ઉઠી છે. ચૂંટણી જીત્યા બાદ પક્ષના શીર્ષ નેતાઓએ મહંત બાલકનાથ અને ગજેન્દ્ર શેખાવતને દિલ્હી બોલાવી લીધા હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ