• શનિવાર, 02 માર્ચ, 2024

વાવાઝોડું મિચાંગ આજે આંધ્રના કાંઠે ત્રાટકશે 

ચેન્નઇમાં તોફાની વરસાદ : પાંચનાં મૃત્યુ

ચેન્નઇ, તા. 4 : બંગાળની ખાડીમાંથી 2 ડિસેમ્બરે સર્જાયેલો ચક્રવાત મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ અને તામિલનાડુના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર, આ સમયગાળા દરમિયાન 90થી 110 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ તેલંગાણા, તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

(આઇએમડી)એ કહ્યું કે, વાવાઝોડાંની અસર ઓડિશા, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રહેશે. આ રાજ્યોમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે. રેલવેએ અત્યાર સુધીમાં 118 ટ્રેન રદ કરી છે. આ દરમિયાન રાતભરના વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયું હતું. આ કારણે સોમવારે રાત્રે 11 વાગ્યા સુધી રનવે બંધ કરી દેવામાં આવ્યો છે, તેથી અહીંથી ફ્લાઈટ્સની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. 

આ તરફ, ચેન્નઈના કનાથૂર વિસ્તારમાં વાવાઝોડું અને વરસાદને કારણે એક દીવાલ ધરાશાયી થઈ છે. જેમાં બે લોકોનાં મોત થયાં હતાં અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકો ઝારખંડના રહેવાસી છે તેમજ તામિલનાડુ સરકારે આવશ્યક સેવાઓ સિવાય સોમવારે સમગ્ર રાજ્યમાં રજા જાહેર કરી છે. 

વાવાઝોડાંને કારણે તામિલનાડુના મહાબલીપુરમ બીચ પર સમુદ્રનું સ્તર લગભગ 5 ફૂટ વધી ગયું છે. તામિલનાડુ સરકારે આવશ્યક સેવાઓ સિવાય સોમવારે સમગ્ર રાજ્યમાં જાહેર રજા જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ તામિલનાડુના ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરૂવલ્લુર અને કાંચીપુરમમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 

આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લામાં 4 અને 5 ડિસેમ્બરે સ્કૂલો અને કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની 21 ટીમ તહેનાત કરવામાં આવી છે. ચક્રવાત મિચોંગ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિંદ મહાસાગરમાં સર્જાયેલું છઠ્ઠું વાવાઝોડું છે. મ્યાનમારે વાવાઝોડાંને મિચોંગ નામ આપ્યું છે. 

બંગાળની ખાડી પર સર્જાઈ રહેલું વાવાઝોડું મિચોંગ મંગળવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમના દરિયાકાંઠે ટકરાશે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 90-100 કિ.મી. પ્રતિકલાકથી 110 કિ.મી. પ્રતિકલાકની હોઈ શકે છે. આઇએમડીએ કહ્યું કે, હાલમાં ચક્રવાત મિચોંગ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે, તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ