• શનિવાર, 13 એપ્રિલ, 2024

બીસીસીઆઇના વાર્ષિક કરારમાંથી ઇશાન અને શ્રેયસની છુટ્ટી  

નવા સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટમાં 30 ખેલાડી સામેલ : ટોપ ગ્રેડમાં ફકત ચાર ખેલાડી રોહિત, વિરાટ, બુમરાહ અને જાડેજા

મુંબઇ, તા.28: બીસીસીઆઇએ આજે ખેલાડીઓના વાર્ષિક કરાર જાહેર કર્યાં છે. જેમાં ડોમેસ્ટિક ક્રિકેટને નજરઅંદાજ કરનાર વિકેટકીપર-બેટર ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની છૂટ્ટી થઇ છે. બન્ને ખેલાડી બીસીસીઆઇના ગત વર્ષના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ હતા. વખતે રણજી ટ્રોફીમાં ભાગ લેવાથી તેઓ બીસીસીઆઇના નિશાન પર હતા. ગયા વર્ષે ઇશાન સી અને શ્રેયસ બી ગ્રેડમાં સામેલ હતા. બીસીસીઆઇએ આજે જાહેર કરેલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ-2023-24ના ટોચના ગ્રેડ પ્લસમાં પહેલાની જેમ ફક્ત ચાર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા સામેલ છે. કુલ 30 ખેલાડી વાર્ષિક કરારમાં સામેલ થયા છે. વાર્ષિક કરારનો સમયગાળો ઓક્ટોબર-2023થી સપ્ટેમ્બર-2024 સુધીનો છે.

નવા કરારમાં મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ અને કેએલ રાહુલના પ્રમોશન થયા છે. તેઓ પહેલા બી ગ્રેડમાં હતા. જે હવે ગ્રેડમાં સામેલ થયા છે. જ્યારે અક્ષર પટેલ ગ્રેડમાંથી ખસીને બી ગ્રેડમાં આવી ગયો છે. 

ચેતેશ્વર પુજારા અને યજુર્વેન્દ્ર ચહલ બીસીસીઆઇના વાર્ષિક કરારમાંથી બહાર થયા છે. જ્યારે હાર્દિક પંડયા ગ્રેડમાં જળવાઇ રહ્યો છે. નવા રનમશીન યશસ્વી જયસ્વાલને પહેલીવાર વાર્ષિક કરાર મળ્યો છે. તે ગ્રેડ બીમાં સામેલ છે.

રાંચી ટેસ્ટનો હિરો વિકેટકીપર ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન વાર્ષિક કરારમાં સામેલ નથી. પણ બન્ને ખેલાડી ઇંગ્લેન્ડ સામેનો પાંચમો ટેસ્ટ રમશે એટલે આપોઆપ ગ્રેડ સીમાં સામેલ થઇ જશે કારણ કે બીસીસીઆઇના નિયમ અનુસાર કરારની અવધિ દરમિયાન ત્રણ ટેસ્ટ કે 8 વન ડે કે 10 ટી-20 મેચ રમવાથી ગ્રેડ સીનો કરાર મળી જાય છે.

ઇજાગ્રસ્ત સૂર્યકુમાર અને પંત ગ્રેડ બીમાં છે. જ્યારે ગ્રેડ સીમાં નવા ખેલાડીઓમાં રિંકુ સિંઘ, ઋતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, જિતેશ શર્મા સહિતના ખેલાડીઓ છે.

ગ્રેડ પ્લસ: ( 7 કરોડ રૂપિયા)

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા.

ગ્રેડ : ( કરોડ રૂપિયા)

આર. અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડયા.

ગ્રેડ બી: (3 કરોડ રૂપિયા)

સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

ગ્રેડ સી: (1 કરોડ રૂપિયા)

રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દૂબે, રવી બિશ્નોઇ, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર.

પસંદગી સમિતિએ આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્યુત કાવેરપ્પાને બોલિંગ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ