• શનિવાર, 13 એપ્રિલ, 2024

લખનઊ સુપર જાયન્ટ્સે નિકોલસ પુરનને વાઇસ કૅપ્ટન બનાવ્યો  

નવી દિલ્હી, તા.29: આઇપીએલની ફ્રેંચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સે 2024ની સિઝન માટે વેસ્ટ ઇન્ડિઝના વિકેટકીપર અને ફટકાબાજ ખેલાડી નિકોલસ પુરનને વાઇસ કેપ્ટન જાહેર કર્યો છે. કુણાલ પંડયાનાં સ્થાને નિકોલસ પુરન લખનઉ ટીમનો ઉપસુકાની બન્યો છે અને નિયમિત કપ્તાન કે એલ રાહુલની સહાયતા કરશે. આઇપીએલની પાછલી બે સિઝનમાં જ્યારે પણ કે એલ રાહુલ ઉપલબ્ધ હોય ત્યારે કુણાલ પંડયા કપ્તાનપદ સંભાળતો હતો. તેણે 6 મેચમાં કપ્તાની કરી હતી. જેમાં 3 મેચમાં જીત મળી હતી. નિકોલસ પુરનના કપ્તાનપદ હેઠળ મેજર લીગમાં એમઆઈ ન્યૂયોર્ક ટીમ ચેમ્પિયન થઈ હતી. ફાઈનલમાં તેણે પપ દડામાં 10 ચોક્કા-13 છક્કાથી 137 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જ્યારે યુએઇમાં રમાયેલ ઇન્ટરનેશલન લીગની બીજી સિઝનમાં તેણે એમઆઇ અમીરાતને જીત અપાવી હતી. ફાઇનલમાં પુરને 27 દડામાં 57 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. દેખાવ બાદ હવે પુરન હવે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો વાઇસ કેપ્ટન બન્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ