• શનિવાર, 13 એપ્રિલ, 2024

ન્યૂ ઝીલૅન્ડ વિ.ની પ્રથમ ટેસ્ટમાં કેમરૂન ગ્રીનની અણનમ સદીથી અૉસ્ટ્રેલિયાના 9 વિકેટે 279  

વેલિંગ્ટન, તા.29: ન્યુઝીલેન્ડ વિરુદ્ધના પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિને ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ તેની કથળેલી સ્થિતિ સુધારી લીધી હતી. પહેલા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાના 9 વિકેટે 279 રન થયા હતા. કેમરૂન ગ્રીન તેની કેરિયરની બીજી ટેસ્ટ સદી ફટકારીને 1પપ દડામાં 16 ચોક્કાથી 103 રને નોટઆઉટ રહ્યો હતો. કિવિઝ તરફથી ફાસ્ટ બોલર મેટ હેનરીએ 4 વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉધીએ ટોસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઓપનર સ્ટીવન સ્મિથ 31 અને ઉસ્માન ખ્વાઝા 33 રને આઉટ થયા હતા જ્યારે મિચેલ માર્શે 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. લાબુશેન (1) અને ટ્રેવિસ હેડ (1) નિષ્ફળ રહ્યા હતા. એલેક્સ કેરી 10, મિચેલ સ્ટાર્ક 9 અને કપ્તાન પેટ કમિન્સે 16 રન કર્યાં હતા. કિવિઝના બે નવોદિત બોલર સ્કોટ કુગેલાઇન અને વિલિયમ ઓરૂકેએ 2-2 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ