• શનિવાર, 13 એપ્રિલ, 2024

ધર્મશાલા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પાસે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરવાની તક   

હાર - જીતનો આંક પહેલીવાર સરભર થશે?

નવી દિલ્હી, તા.29 : ઇંગ્લેન્ડ વિરુદ્ધ તા. 7 માર્ચથી ધર્મશાલા ખાતે રમાનાર પાંચમા અને આખરી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા પાસે એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરવાની તક રહેશે. બસ, માટે જરૂરી છે વધુ એક જીત. ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી જેટલા મેચમાં જીત મેળવી છે, તેથી વધુ મેચમાં હાર સહન કરી છે. હવે ટીમ ઇન્ડિયા પાસે પહેલીવાર મોકો છે કે જીત-હારનો રેસિયો બરાબર કરી શકે. દુનિયામાં અત્યાર સુધી ફક્ત ચાર ટીમ આવું કરી શકી છે. ભારતીય ટીમ જીત-હાર સરભર કરનારી પાંચમી ટીમ બની શકે છે.

ઇંગ્લેન્ડની ટીમને અત્યાર સુધીમાં 392 મેચમાં જીત મળી છે અને 323 મેચ હાર્યા છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તેના ખાતામાં 412 જીત અને 232 હાર છે જ્યારે . આફ્રિકાએ 178 ટેસ્ટ મેચ જીત્યા છે. સામે તેને 161 મેચમાં હાર મળી છે. ચોથી ટીમ પાકિસ્તાન છે. તેણે 148 ટેસ્ટની જીત સામે 142 મેચમાં હાર મેળવી છે. ભારતીય ટીમ અત્યાર સુધી 578 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 177 મેચમાં જીત અને 178 મેચમાં હાર મળી છે. હવે જો ધર્મશાલા ટેસ્ટમાં જીત મળશે તો હાર-જીતની આંકડો બરાબરી પર આવી જશે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ