• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 25 કરોડ ફૉલોઅર્સ   

નવી દિલ્હી તા.26: ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર 25 કરોડ (250 મિલિયન) ફોલોઅર્સ થઇ ગયા છે. આ સાથે જ તે ઈંસ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી એશિયન હસ્તી બની ગયો છે. એશિયામાં ઇંસ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સની સૂચિમાં બીજા નંબરે ઇઝરાયેલની હિરોઇન ગૈલ ગૈડટ છે. તેના 10.3 કરોડ એટલે કે 103 મિલિયન છે. ત્રીજા નંબરે થાઇલેન્ડની મહિલા જાદુગર લીસા 9.4 કરોડ ફોલોઅર્સ ધરાવે છે.  ઇંસ્ટાગ્રામ પર 25 કરોડ ફોલોઅર્સ ધરાવનારો વિરાટ કોહલી દુનિયાનો ત્રીજો સ્પોર્ટસમેન બન્યો છે. આ સૂચિમાં પહેલા નંબર પર પોટૂર્ગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો 585 મિલિયન ફોલોઅર્સ સાથે છે. આર્જેન્ટિનાનો વિશ્વ વિજેતા કપ્તાન લિયોનલ મેસ્સી ત્રીજા નંબરે છે અને તે 464 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. બ્રાઝિલનો ફૂટબોલ ખેલાડી નેમાર ચોથા નંબર પર છે. તેના 208 મિલિયન ફોલોઅર્સ છે. જયારે અમેરિકી બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સના 153 મિલિયન ફોલોઅર્સ છે અને તે પાંચમા નંબર પર છે.  વિરાટ કોહલી આ પહેલા ઇંસ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઓર્સના આંકડે પહોંચનારો પહેલો ભારતીય બન્યો હતો. ઇંસ્ટાગ્રામ પર ઓવરઓલ ફોલોઅર્સના મામલે વિરાટ કોહલી 16મા ક્રમે છે. આ મામલે ખુદ ઇંસ્ટાગ્રામના 631 મિલિયન ફોલોઅર્સ છે. ભારતમાં વિરાટ કોહલી પછી હિરોઇન પ્રિયંકા ચોપરા (87.6 મિલિયન ફોલોઅર્સ) છે. અભિનેત્રી શ્રધ્ધા કપૂર 80.8 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા નંબર પર છે. 

હેડલાઇન્સ