• શનિવાર, 25 માર્ચ, 2023

રોબિન ઉથપ્પાનું તોફાન : પાકિસ્તાની બૉલર્સ ધોવાયા

લીજેન્ડસ લીગમાં ઈન્ડિયા મહારાજાએ એશિયા લાયન્સને હરાવ્યું 

કતર, તા. 15 : કતરમાં ચાલી રહેલા લીજેન્ડ્સ લીગ ક્રિકેટ લીગ માસ્ટર્સમાં મંગળવારના એક રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં ઈન્ડિયા મહારાજાએ એશિયા લાયન્સને 10 વિકેટે હરાવ્યું હતું. એશિયાની ટીમે 157 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ઈન્ડિયા મહારાજાએ માત્ર 12.3  ઓવરમાં લક્ષ્યને વિના વિકેટે મેળવી લીધું હતું. 

ઈન્ડિયા મહારાજા માટે આ મેચમાં અસલી કમાલ રોબિન ઉથ્થપાએ કર્યો હતો. જેણે માત્ર 39 બોલમાં 88 રન કર્યા હતા. જેમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. રોબિન ઉથપ્પાએ આ મેચમાં 225ના સ્ટ્રાઈક રેટથી રન કર્યા હતા. તેનો સાથ ગૌતમ ગંભીરે આપ્યો હતો. જેણે 36 બોલમાં 61 રન કર્યા હતા અને પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા. 

એશિયા લાયન્સમાં સોહેલ તનવીર, મોહમ્મદ આમીર, મોહમ્મદ હફિઝ સજેવા ઝડપી બોલર હતા. તેમ છતા ઈન્ડિયા મહારાજાએ ધમાલ મચાવી હતી. સોહલે તનવીરની માત્ર બે ઓવરમાં 22 રન થયા હતા જ્યારે 2 ઓવરમાં 33 રન લુટાવ્યા હતા. ઈન્ડિયા મહારાજાની છેલ્લા ત્રણ મેચમાં પહેલી જીત હતી. વર્લ્ડ જાયન્ટસ અને એશિયા લાયન્સે ઈન્ડિયા મહારાજાને હરાવ્યું હતું.