• બુધવાર, 24 એપ્રિલ, 2024

એશિયન ગૅમ્સમાં ભારતની મહિલા-પુરુષ ફૂટબૉલ ટીમ ભાગ લેશે  

ખેલ મંત્રાલયે નિયમમાં બાંધછોડ કરી અડચણ દૂર કરી 

નવી દિલ્હી, તા.27: ખેલ મંત્રાયલ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લઈને ભારતની પુરુષ અને મહિલા ફૂટબોલ ટીમને ચીનમાં આગામી એશિયન ગેમ્સમાં ભાગ લેવાની અડચણ આડેનો રસ્તો સાફ કરી દીધો છે. ભારતીય ઓલિમ્પિક એસો. (આઇઓએ) દ્વારા અગાઉ ભારતની ફૂટબોલ ટીમનો એશિયન ગેમ્સમાં ભાગ લેવાની મંજૂરી એ આધારે આપી ન હતી કે તેમનો એશિયન ક્રમાંક ટોચની 8 ટીમમાં સામેલ નથી. આ પછી અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ દ્વારા એશિયન ગેમ્સમાં બન્ને ટીમ મોકલવા માટે કેન્દ્રના ખેલ મંત્રાલય સમક્ષ મંજૂરી માગી હતી.

હવે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારતીય ફૂટબોલ પ્રેમીઓ માટે સાર ખબર છે. આપણી પુરુષ અને મહિલા ફૂટબોલ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે. બન્ને ટીમના સારા ફોર્મને જોતા નિયમમમાં બાંધછોડ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે એશિયન ગેમ્સનું આયોજન ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક