• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

વર્લ્ડ કપની મૅચમાં પીચ પર વધુ ઘાસ અને 70 મીટરની બાઉન્ડ્રી 

નવી દિલ્હી, તા.20 : ભારતની ધરતી પર તા. 5 ઓક્ટોબરથી રમાનાર વન ડે વર્લ્ડ કપ માટે આઇસીસીએ દરેક સ્ટેડિયમના કયૂરેટરો માટે એક પ્રોટોકલ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર આઇસીસીએ દરેક ક્યૂરેટરને પિચ પર વધુ ઘાસ રાખવાની સૂચના આપી છે. પરંપરાગત રીતે ભારતમાં જોવા મળતી સપાટ અને સ્પિન પિચ તૈયાર નહીં કરવાનું કહ્યંy છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં ઝાકળ વધુ પડે છે. આથી ટોસની ભૂમિકા ઘણી મહત્ત્વની બની જાય છે. જેને કેટલીક હદે ઓછી કરવા માટે આઇસીસીએ પિચ પર વધુ ઘાસ રાખવાની યોજના બનાવી છે.ભારતની મોટાભાગની પિચો સ્પિનરોને મદદગાર હોય છે. પણ વિશ્વ કપ રોમાંચક અને રસપ્રદ બની રહે તે માટે આઇસીસીએ પિચ પર વધુ ઘાસ રાખવાની ક્યૂરેટરોને સૂચના આપી છે. જેથી ઝડપી બોલરોને પણ પીચમાંથી મદદ મળી રહે. આનો મતલબ થયો કે દરેક ટીમની ઇલેવનમાં ઝડપી બોલર વધુ જોવા મળશે. 

અત્રે ઉલ્લેખનિય રહેશે કે 2021માં યૂએઇમાં રમાયેલ ટી-20 વિશ્વ કપમાં ઝાકળનો વધુ પ્રભાવ રહ્યો હતો. આથી ત્યારે બીજો દાવ લેનાર ટીમને વધુ ફાયદો થયો હતો. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતના ઉત્તર, પશ્ચિમ અને પૂર્વના રાજ્યમાં ઝાકળનો પ્રભાવ વધુ રહે છે. જયારે સમયગાળામાં ચેન્નાઇ અને બેંગ્લુરુમાં વરસાદની આશંકા